SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ કરતાં જમાઈનું મહત્વ વધારેને?. જીવનમાં ત્યાગની મહત્તા સમજાય એને એક સાધુના દર્શનથી ઘણું મળી જાય. પોતાનું ત્યારે એ બધું ભૂલી જાય. સાસુએ જોયું જમાઈ આવ્યા છે. થાળીવાટકા ને બાજોઠ ગોઠવ્યા. જમાઈને જમવા બેસાડ્યા. જમાઈ સાસુને કહે છે. આ ગાડાવાળાને પણ જમાડજો. સાસુ એને પણ જમવા બેસાડે છે. સાસુજી રસમલાઈ-રાખડી જેવી વાનગીઓ પીરસે છે. જમાઈએ તો જમવાનું શરૂ કર્યું પણ ગાડાવાળો જમતો નથી. જમાઈ કહે છે જમવાનું શરૂ કર. સાસુ અંદર રસોડામાં ગયા છે. ગાડાવાળો કહે છે. મને તો પહેલા ગોળનું ગરમાણું જોઈશે. જમાઈ કહે છે એ પણ મળશે. એકવાર થાળીમાં પીરસાયું છે તે ખાઈ લો. ગાડાવાળો ગુસ્સે થઈ ગયો. મેં તમને પહેલાં જ કહ્યું હતું અને ગોળનું ગરમાણું તો જોઈશે જ. ગાડાવાળાને થાળીમાં પીરસાયેલ કલાકંદ કે રસમલાઈની કોઈ કિંમત નથી. માણસ ગરમ થાય ત્યારે તેની અસલિયત બહાર આવે છે. ગાડાવાળો કહે છે. મને ગોળનું ગરમાણું આપવું છે કે નહીં? શેઠ ઉભા થયા અને કહે છે તને ગોળનું ગરમાણે જોઈએ છે તો હમણાં લઈ આવું અને કહેતાં શેઠે હાથમાં એક મોટો કલાકંદનો કટકો લીધો અને ગાડાવાળાના મોમાં નાખી દીધો. ગાડાવાળાને ગુસ્સો ઘણો જ આવ્યો છે પણ બોલી શકતો નથી. જયાં કલાકંદનો સ્વાદ આવ્યો ત્યાં ગોળનું ગરમાણું ભૂલાઈ ગયું. કલાકંદની દોસ્તી જીભ સાથે થઈ ગઈ. કલાકંદના કટકાનું સ્વાદ ચાખ્યા બાદ શેઠને ગાડાવાળો કહે છે. શેઠ બીજો લાવો ને ? શેઠ કહે છે. તારા માટે હમણાં જ ગોળનું ગરમાણું લાવે છે. કલાકંદની વાત કરો. ગોળનું ગરમાણું ધુળ પીવા ગયો... શેઠે ખુશ થઈને ગાડાવાળાને જમાડી રજા આપી. ગાડાવાળાએ શેઠને કહ્યું, બીજી વાર પાછું સાસુના ઘેર આવવું હોય તો કહેજો.” આપણી વાત અહીં પૂરી થઈ. જ્ઞાની ભગવંતો કહે છે, એકવાર આત્માનો સ્વાદ ચાખ્યા પછી પદ વગેરેનો આનંદ નહીં ગમે. મીઠાઈ ખાધા પછી ગોળનું ગરમાણું ગમતું નથી. આત્મ રમણતામાં મસ્ત બનનારો જીવ બીજે કયાંય જવા તૈયાર નથી. જગતના પદાર્થો અને પ્રિય નહીં લાગે, આકર્ષક નહીં લાગે. રતિ બદલાય તો માણસની ગતિ બદલાય. ગતિ બદલાય પછી સ્થિતિ પણ બદલાઈ જાય. વ્યક્તિ પોતાની પૂર્વ સ્થિતિમાં રહેતો નથી. એના પગની ગતિ હોટલ-થીયેટર કે પાનમસાલાની દુકાન તરફ થતી નથી. જ્ઞાની ભગવંતો કહે છે, તારી રતિ તારી ગતિનું કારણ બનશે. સુભદ્રા ધન્નાજીને કહે છે, “કથની અતિ સહેલી છે. કરણી અતિ દોહ્યલી છે.” ધસાજી કહે છે, “એમાં શું છે? સુભદ્રા કહે છે. તમારી આઠ છે. મારા ભઈલાને તો ૩૨ પત્નીઓ છે.” ધન્નાજી કહે છે, “કેટલી પણ હોય!” સુભદ્રા કહે છે, “બોલેલું વચન પાળજો. પછી પાછા નહીં પડતા.” પત્નીઓને ખબર છે કે આ કોઈ અમને છોડીને જવાના નથી. સર્વાનુમતે ધન્નાજીને બધી જ કાલ સા ૪ શાળાનાસકારા જા # Riis Y રાક Y att 5 vK years awાજaps aartiwali HasyaniY sins
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy