SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સાહેબ! છોકરા પાછળ પડયો તો. અરે! એને લઈ આવવું હતું ને? સાહેબ! એને ના લવાય. કેમ? કાચી બુદ્ધિનો છે. અમો તો રીઢા થઈ ગયા છીએ. આપના વ્યાખ્યાનમાં હવે વાંધો ન આવે. સાહેબ! એને તો તરત રંગ લાગી જાય. વૈરાગ્ય કયારે જાગે એ કહેવાય નહિ. માટે રોજ વ્યાખ્યાન સાંભળવા જ જોઈએ. દુકાન પર ઘરાક કયારેક ચાર કલાકે પણ ન આવે પણ દુકાન બાર કલાક ખુલ્લી રાખોને? રોજ વ્યાખ્યાનમાં આવવાનું એક કારણ છે કોઈ જીવ જાગી જશે. વ્યાખ્યાન સફળ થશે. જો એક આત્મા દીક્ષા લે તો સફળ! ૧૪ રાજલોકમાં અમારીની ઉદ્ઘોષણા એનું નામ દીક્ષા. દીક્ષા લે એ પ્રતિજ્ઞા કરે. કોઈ જીવને મારીશ નહીં, મરાવીશ નહીં અને અનુમોદના કરીશ નહીં. જડ અને જીવ બંનેના રાગ ને દ્વેષ છોડવાના છે. કયાંય પણ મમત્વ ન હોવું જોઈએ. નિસિહિ કહીને દેરાસરમાં ગયા પછી વાતો કરાય નહીં. પરમાત્માની પૂજાનું ફળ કેટલું? સવારની પૂજા રાત્રી દરમ્યાન થયેલા પાપોને ધોઈ નાંખે છે. શ્રાવક જો નહોતો હોય અને પૂજા ન કરે તો છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે. દેરાસરમાં ગયા પછી પણ જો રાગદ્વેષ થશે તો પૂજા નિષ્ફળ બનશે. ધન્નાજી સુભદ્રાજીને પૂછે છે, “તું કેમ રડે છે?” શું તકલીફ છે. દુઃખ કયારે કોઈને કહેતા નહી. દુ:ખને ગળતા શીખો. ધન્નાજી કહે છે, “જીંદગીમાં આજે પહેલીવાર તારી આંખમાં આંસુ મેં જોયા છે.' સુભદ્રા કહે છે નાથ! કશું જ નથી. બહુ જ આગ્રહ કરે છે ત્યારે સુભદ્રા કહે છે, “તમે તો અહીં આનંદમાં મસ્ત છો. મારો ભાઈલો હવે દીક્ષા લેવાનો છે.” ધન્નાજી કહે છે, “શાલીભદ્ર દીક્ષા લેવાનો છે?' સુભદ્રા કહે છે, હા, રોજ એક એક પત્નીને છોડતાં અંતે દીક્ષા લેશે.' ધન્નાજી કહે છે, “તારો ભાઈ બાયલો છે. કાયર છે. એક એક છોડવાથી શું? સિંહ જેવો હોય તો એક દિવસમાં છોડી દે.” તમે એકાંતમાં બેસી વિચારો. પરમાત્માને પૂછો... હે પરમાત્મા! આપે જે કહ્યું છે એ મારા અંતરમાં વસ્યું છે ખરું? ખરી અનુભૂતિ થશે ત્યારે ભવપાર થઈ જવાશે. આત્માની અંદરમાં જે આનંદ છે એનો સ્વાદ અલગ જ છે. આત્માની શુદ્ધિ થઈ જાય. દેહાધ્યાસ તૂટી જાય પછી આત્મામાં અનોખું ચિંતન પેદા થાય છે. શેઠ પોતાની પત્નીને સાસરે લેવા ગયા. જૂના જમાનામાં પૈસાની લેવડ-દેવડ ન હતી. વસ્તુ કે જમણ દ્વારા નક્કી કરવામાં આવતું. શેઠે કહ્યું તને જે જોઈએ તે લઈ લેજે. ગાડાવાળાએ કહ્યું, “મને ત્યાં જમાડી દેજો. જમણમાં ગોળનું ગરમાણું જોઈશે.' હં... શેઠે કહ્યું, ‘ભલે.” સસરાનું ગામ આવ્યું. જમાઈને જોતાં સાસુજી અડધા અડધા થઈ ગયા. ગુરૂ III Tarisissimiiiiiiiiiiiiii* ૦ ૯ ItiiiY simiiiiia sissiY aiwala
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy