SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પત્નીઓએ રજા આપી. ધન્નાજીને પત્નીના એક વાક્યથી ઝાટકો લાગી ગયો. ધન્નાજી ચાલ્યા. લીધું દીધું ચૂકતે કરીને. કેસરી સિંહની જેમ ચાલી નીકળ્યા. પત્નીઓ વિચારે છે હમણાં પાછા આવશે. ધન્નાજી તો પાછું વળીને જોતા નથી. હવે પત્નીઓને ભય લાગ્યો. ધન્નાજી તો અટક્યા વિના ઘરમાંથી બહાર નીકળી ગયા. ત્યારે પત્નીઓએ દોડતી આવીને ધન્નાજીના પગ પકડી લીધા અને ધન્નાજીને કહે છે, “અમારું શું થશે?' પરમાત્માનું શાસન નિયમની જેમ ખાનદાની પણ ઘણીવાર પાપ કરતા બચાવે છે. પતનના પ્રસંગે કે ઉત્થાનના પ્રસંગે ખાનદાનીને યાદ રાખીએ તો જીવન ખેદાનમેદાન નહીં બને. જીવ તારી ખાનદાની શું? જ્ઞાનદષ્ટિ જેમ પાપને બચાવે છે તેમ ખાનદાની પણ બચાવે છે. પ્રભુનું શાસન મળ્યું એ પણ ખાનદાની. ખાનદાનીનો ખ્યાલ કયારે ખોવાવો ન જોઈએ. ધન્નાજી તો હવેલી છોડી ચાલ્યા ગયા. પત્નીઓ આંસુ સારતી રહી ગઈ. ધન્નાજી આવે છે શાલીભદ્રના મહેલની પાસે. શાલીભદ્ર પોતાની હવેલીમાં સાતમે માળે રહેતો હતો. ધાજી નીચેથી શાલીભદ્રને હાકલ નાંખે. ધન્નાજીના શાલીભદ્ર સાળા થાય. મોહના ચાળા, એનું નામ સાળા. “એ કાયર બાયલા શાલીભદ્ર! ધન્નાજી બોલાવે છે. શાલીભદ્રના કાને શબ્દો અથડાતા નીચે આવે છે. આ તો બનેવી! સાળા-બનેવીની જોડી કેવી હોય. ધન્નાજી શાલીભદ્રને કહે છે, “નીચે ઉતર આ શું માંડ્યું છે? તારા જેવો બુદ્ધિશાળી રીટેલનો વ્યાપાર કરવા બેઠો છે. હોલસેલનો વ્યાપાર જ આપણને શોભે.” સમજનેવાલોં કો ઈશારા કાફી હૈ. શાલીભદ્ર એક જ ઝાટકે બાકીની ૧૬ પત્નીઓને છોડી, દોડતાં નીચે આવ્યાં. આ સાળા બનેવીની જોડી. પ્રભુ પાસે ગઈ દોડી. પ્રભુ આગે રહી કર જોડી કહે હવે વાર ન કરો પ્રભુ થોડી. પરમાત્માના હાથે દીક્ષા લીધી પછી શું થયું? મજા કરી હશેને? ૧૨ વર્ષની આરાધના બાદ વૈભારગિરિ પર્વત ઉપર જઈને બંને અણસણ કરે છે. ફૂલની શયા પણ જેને ખૂંચતી હતી એ શાલીભદ્રને એક દિવસ સંસાર પણ ખૂંચ્યો અને મોક્ષ ગમી ગયો. કષ્ટ વગર કર્મ કાષ્ટ બળતા નથી. સૂરજ ધોમ તપે છે. વેભારગીરીની ધગધગતી શીલા ઉપર જઈને સુઈ ગયા છે. આત્મ પરીણતિમાં ડૂબી ગયો હોય એ જ સૂઈ શકે છે. ચામડી બળે છે. શાલીભદ્રના માતા દર્શન કરવા આવે છે. શાલીભદ્ર તો આત્મ સ્વરૂપમાં મસ્ત બન્યા છે. માતા કહે છે, “એકવાર બેટા મારી સામે જો.” મા ઘણું કહે છે. પુદ્ગલ રમણતા તૂટી ગઈ છે. તેઓ પોતાના શુદ્ધ સ્વરૂપમાં ખોવાઈ ગયા છે. મા કહે છે, “બેટા બે વચનો તો બોલો.' વિરાગનો ચિરાગ પ્રગટી ગયો છે. શાલીભદ્ર સંયમ માર્ગે જઈ પોતાનું કલ્યાણ સાધી ગયા. અંતે શુદ્ધ ઉપયોગને પિતા અને આત્મરતિને માતા બનાવી ત્યાગ ભાવમાં આપણે સૌ આગળ વધીએ. Eાd Eા કાટાલાન કાડાઝા 56 દિશા મા કાકા Raitanasia Niunditiiiiiia Awaria Vietnii ૨૧૦ xxxiiiiiiiiiiiis is
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy