SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પણ છૂટી જશે, સ્વયં સિદ્ધ બની જશે. માતા-પિતાનો ત્યાગ એટલે એમનું અપમાન નથી, તરછોડવાનું નથી, પણ છોડવાના છે. શાલિભદ્ર ૩૨ પત્નીઓ છોડી હતી. તરછોડી ન હતી. તરછોડવામાં માનનો અંશ ટકી જાય છે જયારે છોડવામાં માનનો નાશ થાય છે. આપણને તો આધ્યાત્મિક કુટુંબ બનાવવાનું છે. આધ્યાત્મિક પાત્રોના સ્વીકારથી ભૌતિક પાત્રો આપોઆપ છૂટતા જાય છે. તીર્થંકરની માતા કોણ? કરુણા. તો સાધુની માતા કોણ – જયણા. જયણા પ્રધાન જીવન જીવે તે જૈન. અષ્ટ પ્રવચન માતાના ખોળે રમે તે અણગાર. આધ્યાત્મિક સંબંધના સ્વીકાર વિના ત્યાગ વખણાતો નથી. અરીસાભુવનમાં કેવળજ્ઞાન થવાનું કારણ શું? જ્ઞાની ભગવંતો કહે છે શુદ્ધ ઉપયોગ. આવા પિતાની આજ્ઞામાં હોય પછી પૂછવું શું? મમતા, એ ઉપયોગનો નાશ કરાવે છે. વિવેક પૂર્વકનો ત્યાગ ઊભો કરતા જાઓ. પેટ અપસેટ હોય ત્યારે ખાવાનો ત્યાગ થાય છે પણ એ ખરો ત્યાગ નથી. ઘરમાં ઝઘડો થયોને મૌન ધારણ કરી લીધું. પણ હકીકતમાં એ મૌન સાધના રૂપે નથી. કોઈ પણ ક્રિયામાં શુદ્ધ ઉપયોગની અનિવાર્યતા જરૂરી છે. કોઈ માણસ ભૌતિક સંપત્તિ કમાવવા પરદેશ ગયો છે. જેટલો સમય બહાર રહ્યો તેટલો સમય એણે ઘરનો ત્યાગ કર્યો. ખરેખર ત્યાગ કોને કહેવાય? સંસારની કોઈપણ ભૌતિક ઉપલબ્ધિ રીએકશનથી છોડે તે ત્યાગ નથી, રમણતાથી છોડે એ ત્યાગ છે. મેઘકુમાર, થાવસ્યા પુત્ર પ્રભુની માત્ર એક દેશના સાંભળી અને એમનો શુદ્ધ ઉપયોગ જાગૃત બન્યો. શાલિભદ્ર કેટલી દેશના સાંભળી ? એકપણ નહીં છતાં વૈરાગ્ય કેમ થયો ? શ્રેણિક રાજા શાલિભદ્રની હવેલીએ આવે છે. ભદ્રામાતા શાલિભદ્રને કહે છે કે શ્રેણિક આવ્યા છે. શાલિભદ્રના સુખની કલ્પના તો કરો. શાલિભદ્ર કહે છે એને વખારમાં નાંખી દો. શાલિભદ્રને એમ કે શ્રેણિક નામનું કરિયાણું હશે. ભદ્રા કહે છે કે બેટા રાજા આવ્યા છે. આપણા એ નાથ છે. શાલિભદ્ર નીચે આવ્યા. શ્રેણિકે ગુલાબના ગોટાને જોયું. ખોળામાં બેસાડયો ત્યાં તો શાલિભદ્ર પરસેવે રેબઝેબ થઈ ગયો. શ્રેણિક કહે છે લઈ જા ભદ્રા આ ફૂલને નહિતર કરમાઈ જશે. રાજાના શબ્દ શાલિભદ્ર જાગી ગયો. એક એક પત્નીનો ત્યાગ કરતો જાય છે. દીક્ષા સ્વીકારનો નિર્ધાર કરે છે. રાગ કરશો તો રાગના નિમિત્તો મળશે. વાત શાલિભદ્રની બહેન સુભદ્રા પાસે પહોંચી છે. બનેવી ધન્નાજી સ્નાન કરી રહ્યા હતા. એ સમયે સુભદ્રાની આંખમાંથી આંસુનું ટીપું ધન્નાજીની પીઠ ઉપર પડે છે. ધનાજી ચમકી ગયા. શરીર પર એક કલાકથી ડોલો ભરીને પાણી નાખું છું. અસર થતી નથી. એક શેઠ વ્યાખ્યાનમાં મોડા પડ્યા. સ્વાભાવિક પૂછયું કેમ લેટ થયા? * માં , Yરમાં કયા આશા : 9 S « Yઝાઝાઝાંઝરકા આYuus
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy