SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રમાં એક કથા આવે છે. સુધન શ્રાવક રત્નાકરસૂરિજી પાસે એક શ્લોકનો અર્થ સમજવા માટે આવે છે. આચાર્ય ભગવંતે એ શ્લોકનો અર્થ સમજાવ્યો. સુધને કહ્યું બહુ સરસ સમજાવ્યું. બીજે દિવસે સુધન પાછો એ જ શ્લોકનો અર્થ વિનયપૂર્વક પૂછે છે. આચાર્યશ્રી કહે છે ગઈકાલે તો પૂછ્યો હતો ને? સુધન કહે છે આપે સમજાવ્યું હતું પણ મને સમજાતું નથી. આપ ફરીથી મને સમજાવો. ત્રીજા દિવસે પણ એ જ પ્રમાણે ચાલે છે. વિવેક કેટલો છે. આચાર્ય ભગવંત પાસે રહેલી રત્નની પોટલી જોઈ લીધી. રત્નનો મોહ છોડાવવા માટેનો સુધનનો પ્રયત્ન હતો. રત્નની પોટલી જોઈ આચાર્યશ્રી ખુશ થઈ જતા હતા. પાપ ગમે તેટલું દબાવો છતાં દબાશે નહિ. ભવઆલોચના કરી જીવન શુદ્ધ બનાવી લેવું જોઈએ. સુધન આ રત્નની પોટલી જોઈ ગયો હતો. છ મહિના સુધી એક જ શ્લોકનો અર્થ સમજાવવાની વાત સુધન લઈને બેઠો છે. એક દિવસ રત્નાકરસૂરિ વિચારે છે કે મારી બુદ્ધિ પ્રમાણે આ શ્લોકના ઘણા અર્થો કર્યા પણ આ શ્રાવકના મનમાં કેમ અર્થ બેસતો નથી. એ વિચારે રાતના ઊંઘ આવતી નથી તેથી ચિંતનમાં ખોવાઈ ગયા છે. અંધારી રાતે એમના અંતરમાં પ્રકાશ થઈ ગયો. મુખ મલકાવી આચાર્યશ્રી સંથારી ગયા. બીજે દિવસે સુધને કહ્યું, ગુરૂદેવ! અર્થ સમજાવો. આચાર્યશ્રીએ રત્નની પોટલી લીધી ને ખાંડણીદસ્તો મંગાવ્યો. ખાંડણીમાં રત્નો નાખતા જાય છે અને કૂટતા જાય છે. સુધને કહ્યું, ગુરૂદેવ! આ શું કરો છો? કંઈ નહીં. બીજીવાર સુધન પૂછે છે ત્યારે આચાર્યશ્રી જવાબ આપે છે કે તારા શ્લોકોનો અર્થ સમજાવું છું. સુધન કહે છે, ગુરૂદેવ! આજે અર્થ બરોબર સમજાઈ ગયો. શ્રાવક મળો તો ખરેખર આવા મળજો. આવા શ્રાવકોની સહાયથી પતનમાં પડેલો આત્મા પણ ઉત્થાનના માર્ગે ચડી જાય છે. શ્રેણિક મહારાજા કહેતા હતા કે ચેલ્લણા જેવી પત્ની મળો. સત્પાત્રનો જોગ ઈચ્છવા જેવો છે. રત્નાકરસૂરિ મહારાજના જીવનમાં પશ્ચાતાપની આગ પ્રગટી છે. પરમાત્માના ચરણમાં અંતરભીના હૈયે પોકાર કરે છે. પ્રભુ પાસે પોતાના પાપોને પોકારતા એક સુંદર કૃતિ તૈયાર થઈ ગઈ. આંખે આંસુની ધાર વહી હતી. એ પ્રાર્થના આજે આપણે રત્નાકર-પચ્ચીસીના નામે ઓળખીએ છીએ. રત્નાકરસૂરિ મહારાજ કહે છે કે કહેવા બેઠો જ છું ત્યારે કાંઈ બાકી નથી રાખવું. પશ્ચાતાપની ભાગીરથીમાં પાવન બની ગયા. આપણને પવિત્ર બનાવવા તર્ક, તાકાત અને તકદીરની જરૂર છે. કોર્ટમાં કેસ ચાલે છે. બાવો ચીપીયો વગાડીને કહે છે કે લગ્ન મારી 128 1293 !!!!! 311313 321 E!$ 1913 1912 1 !$ | THI ૨૩૮ ક્યાય - SOPIS PO LINE - ALLWE(AGE OF TA HTAT T 11t
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy