SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ટૂંકું હોય છે પણ તેનાથી બંધાતા પાપોનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. એક આઈસ્ક્રીમના કપનો સ્વાદ ક્યાં સુધી? માવા-મસાલાનો આનંદ ક્યાં સુધી? પદાર્થ પૂર્ણ ન થાય ત્યાં સુધી. એક દૂધીના શાકની પ્રશંસા થઈ ગઈ તો એ ખંધકમુનિની જીવતે જીવ ચામડી ઉતરી. હસતા જે કર્મ બાંધ્યા તે રોવંતા નવી છુટે છે. એક કર્મ પણ બાંધતા વિચાર કરજો . વિષયોનો વારંવાર સંપર્ક થશે તો કષાય એની અંદર ભળશે. કર્મબંધનો આધાર અધ્યવસાયો ઉપર છે. આંખના વિષયમાં પાગલ બની પતંગીયું પતન પામે છે. રાતના પ્રગટેલા દીવાના આકર્ષણમાં ભમી ભમીને અંતે એ જ દીવામાં હોમાઈ જાય છે. ભમરો સુગંધમાં ભાન ભૂલે છે. કમળ પર બેસી સુગંધ લેવામાં મસ્ત બની ગયો. સૂર્યાસ્ત થતા કમળ બીડાઈ ગયું. આપણું હૃદય દેવ-ગુરૂ ને સાધર્મિકોને જોતા ખીલી જવું જોઈએ. કમળ માટે જેમ ચંદ્રોદય જોખમી તેમ હૃદય કમળ માટે પાપોદય જોખમી. પાપના સમયે હૃદયકમળ ખીલવું ન જોઈએ. સૂર્યોદયની રાહ જોતો ભમરો સવાર થાય એ પહેલા હાથીની સૂંઢ દ્વારા ઉખેડાઈ હાથીની પગ તળે ખુદાઈ જાય છે. ભમરાની તાકાત કેટલી? કાષ્ટને ભેદીને ભમરો બહાર આવી શકે એ ભમરો કોમળ પાંદડીને ભેદી શકતો નથી. ભૂદવાની ક્ષમતા હોવા છતાં પામર બની જાય છે. હાથીને પકડવા શું કરાય છે ખબર છે? એક હાથણીને ઝાડ સાથે બાંધવામાં આવે છે. એની આગળ એક મોટો ખાડો કરાય છે. એની ઉપર ઘાસ નાંખી ખાડો ઢાંકી દેવામાં આવે છે. એ સમયે ત્યાં આવેલ હાથી હાથણીને જોતા ભેટવા દોડે છે ને દોડતાની સાથે ખાડામાં પડી જાય છે. ખાડામાં પડેલ હાથીને ચાર-પાંચ દિવસ ભૂખ્યો રાખવામાં આવે છે. આહાર ન મળવાથી હાથી ઢીલો થઈ જાય છે. પછી એને પકડી લેવામાં આવે છે. મહાકાય પ્રાણી પણ સ્પર્શેન્દ્રિયમાં ફસાતા આખી જીંદગીનો ગુલામ બની જાય છે. એક એક ઈન્દ્રિયોના દોષથી જીવ પોતાના પ્રાણ ગુમાવે છે. આપણને પાંચ-પાંચ ઈન્દ્રિયો મળી છે. પાંચમાં મસ્ત બની જશું તો શું હાલત થશે? વિષયોથી ફક્ત કાયા જ બગડી હોત તો વાંધો નહિ પણ મન, વચન ને કાયા ટાણેય બગડે છે. મન, વચન અને કાયાના ત્રણેય યોગને પવિત્ર બનાવી લો. ઈન્દ્રિયોના માલીક બની જાઓ. ઈન્દ્રિયોનો ગુલામ દુર્ગતિનો સંગાથી છે. ઈન્દ્રિયોનો માલિક સદ્ગતિનો સાથી છે. બંધની પળો હ્રસ્વ હોય છે જ્યારે ઉદયની પળો દીર્ઘ હોય છે. તંદુલીયો એક વિચારે સાગરોપમમાં ધકેલાઈ ગયો. વિષયોની અંદર ઈન્દ્રિયો પ્રવૃત્ત ન બનવી જોઈએ... Raji Raji Bર ૩ ૦ E RE RE | Bal its si Y skin 192 kimN kimtiazziniities Yagirdia
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy