SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે થવા જોઈએ. જજે કહ્યું બધા બેસી જાઓ. જે યુવાન સંજીવની લઈ આવ્યો અને છોકરીને નવું જીવન આપ્યું એ તો છોકરીનો બાપ કહેવાય. જજની વાત સાંભળી બીજા બે તો રાજી થઈ ગયા. કહ્યું, સાચી વાત છે. પછી તો એમાં જાનૈયાઓએ પણ ટાપશી પુરાવી. દરેક વરની પાછળ જાનૈયાઓ તો હોય જ! ન્યાય સાંભળવા બધા જ ઉત્સુક છે. છોકરી પાછળ મરીને જે સતો થયો અને સંજીવનીના પ્રભાવે બંને જણા સાથે જીવતા થયા એટલે એ તો છોકરીનો ભાઈ કહેવાય. જોડિયા ભાઈ-બહેન કહેવાય. લોકો કહે જજની વાત સાચી છે. બાવાજી તો ચીપીયો લઈને ઊભો થયો. બાવાજીને જોઈને જજે કહ્યું કે આ કન્યાને પરણવાને યોગ્ય છે. જયાં જજે ન્યાય આપ્યો ત્યાં બાવાજી ભાગ્યા. વૈરાગ ઉતરી ગયો. ઘસી ઘસીને રાખ દૂર કરી, નાહીધોઈને વરરાજાના વેશમાં સજજ થઈને પરણવા આવી પહોંચ્યો. જીવને જ્યાં સુધી વિષયસુખોની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જ તે વૈરાગી રહે છે. જે સમયે વિષયસુખો એની પાસે હાજર થાય છે તરત જ વૈરાગ્યનો રંગ ઉતરી જાય છે. ઈન્દ્રિયજય સાથે કષાય વિજય ખૂબ જરૂરી છે. અશુભમાંથી શુભમાં આવી ગયા છીએ. હવે તો શુભમાંથી શુદ્ધની અંદર જવાનું છે. અનંતા જ્ઞાનીઓ વારંવાર ભારપૂર્વક જાગવાની વાત કરે છે. જીવનું અંતિમ સ્ટેશન કયું? ઉદરથી શરૂ થયેલી યાત્રા કબરમાં પૂરી થાય છે. આ બે યાત્રાની વચ્ચે પ્રમાદ ન આવી જાય એની તકેદારી રાખજો. શરીરની ચિંતા તો ઘણી કરી, પરિવારની ચિંતા પણ કરી, કુટુંબ-સમાજની ચિંતા પણ કરી હવે આત્માની ચિંતા કરવા લાગો તો ક્યાંક ઠેકાણું પડશે. શäભવસૂરિ મહારાજે મનક મુનિના આત્માની ચિંતા કરી છ મહિનામાં એની સગતિ રીઝર્વ કરાવી લીધી. જ્ઞાની પુરૂષોના અંતરમાં માર્ગ ભૂલેલાઓને અંતરથી સાચો રાહ બતાવવાની અદમ્ય ઈચ્છા જાગે છે. ત્યારે આવા ગ્રંથોની રચના થાય છે. એમની ભાવદયાનું પરિણામ આ જ્ઞાનસાર છે. કેટલાક ગ્રંથો વેદનાથી મળ્યા છે તો કેટલાક ગ્રંથો વ્હાલથી મળ્યા છે. વિષયમાંથી વૈરાગ્યમાં આવીએ અને વૈરાગ્યમાંથી અંતે વિતરાગી દશામાં જઈએ એ જ શુભકામના. 22 છે કાર | Registrajt જ જોઈ છે Y sinકાંસકો જ Y ki kahJ p.ર૯ RA B 8B% Eles & Sani ki Hi Yamini is a Yojna
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy