SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ચામાં સાકર ન હોય ત્યારે ધર્મરૂચિ અણગારને યાદ કરો. ફરિયાદ મહીં જીવન જીવનારા ઓ માનવ! તારી પણ લોકો ફરિયાદ કરતા હોય છે. જગત માત્રને સુખ આપનારા સિદ્ધને કોણ દુઃખ આપે છે? કોઈ નહીં. સાધુ મહારાજનો વિચાર કરો. જેવું મળે તેવું ચલાવી લે છે. જીવને કહી દો જીભલડી માટે તું કેટલા પાપ કરે છે. એકવાર પણ તારી જાત માટે નફરત ઊભી કર. જીવ! તું કેસરના ચાંદલા પર કોલસાની ભુક્કી શા માટે લગાડે છે? પ્રભુના શાસનને પામ્યા પછી ઈન્દ્રિયોના વિષય પાછળ ગાંડાતૂર બનવાનું? રાત્રિભોજન - અભક્ષ્ય ભક્ષણ કરવાનું? ભગવાનને શાસનને પામ્યા પછી આ જન્મ સફળ થશે કે નહિ? વિચારવા જેવું છે. સંસ્કૃતિનું શિર્ષાસન થઈ ગયું છે. જિનતત્ત્વ કહે છે પાંચ ઈન્દ્રિયોથી પરાજય થવાનો વખત આવે ત્યારે તું સાવચેત બની જજે. ઈન્દ્રિયજનિત પાપો ભવોભવ સુધી સાથે આવવાના છે. એક વાક્ય યાદ રાખજો જો ઈન્દ્રિયનો દુરૂપયોગ કરશો તો દુર્લભ બનશે. દુરૂપયોગ દુર્લભ બનાવે, સદુપયોગ સુલભ બનાવે. શરીરની સફળતા માટે દેરાસરમાં પ્રભુના ચરણમાં ચાલ્યા જાઓ. પ્રભુ સાથે ચામરનૃત્ય કરનારને નટ નથી બનવું પડતું. કાયાથી પાપ કર્યા પછી જો હૃદયમાં વેદના થતી હોય તો કાયાથી જોરદાર પ્રભુભક્તિ કરો. પૂજા કરતા મન બીજે ભટકે તો પ્રભુની આંગી કરવાનું ચાલુ કરી દો. એક છોકરો પૂજા કરવા ગયો. હજી બીજા ત્રણ પ્રદક્ષિણા કરીને રંગમંડપમાં આવીએ ત્યાં તો છોકરો પૂજા કરીને બહાર નીકળ્યો. બહાર પૂછ્યું, કેમ પૂજા આટલીવારમાં થઈ ગઈ? પેલો છોકરો કહે મ.સા. મને હેબીટ થઈ ગઈ છે. ૧૦ વર્ષથી કરું . જયારે નવો નવો ટાઈપ ક્લાસમાં જોડાયો હતો ત્યારે થોડી વાર લાગતી હતી. હવે તો રાતના પણ ફટાફટ ટાઈપ કરી શકું છું. પૂજાનું પણ સાહેબ આવું જ છે. ઘણીવાર થાય કે પ્રભુને સ્પર્શ કરવાની તક મળી છે. કેટલાય ભવો પછી. પ્રભુના સ્પર્શ જેવું કોઈ સદ્ભાગ્ય નથી. મોરારીબાપુએ પોતાની કથામાં એક સુંદર વાત કહી હતી કે આપણાં કરતા જૈનો વધારે પુણ્યશાળી છે કારણકે વૈષ્ણવો ઠાકોરજીને સીધો સ્પર્શ નથી કરી શકતા જ્યારે જૈનો પરમાત્માને સીધો સ્પર્શ કરી શકે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે પૂજા કર્યા વિના ગરમ રસોઈ જમે તો છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે. પૂજા કરતા પૂજ્યનો પૂજક પૂજ્ય થાય છે એટલું ન ભૂલીએ. * Managirathal gara d & said aYigitate Ess a Y Eli સ ૨૩૧ . HY impsities in tYgItalia
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy