SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પતન અને ઉત્થાત જ્ઞાનસા૨માં ઈન્દ્રિયજયની વાત ચાલે છે. આપણને થાય કે સમભાવ આવ્યા પછી ઈન્દ્રિયજયની જરૂર જણાતી નથી ત્યારે જ્ઞાનીઓ કહે છે મોટા સ્થાને આરૂઢ થયેલા આત્માઓ વિષયસુખની અંદર ગાફેલ બને તો તેનું પતન થાય છે. વિષયોમાં કષાય ભળે તો પતન ચોક્કસ થાય છે. પાંચ ઈન્દ્રિયોના સુખ પૈકી કોઈપણ સુખ ભયંકર છે. એક નાનકડો ખાવાનો સ્વાદ મહાત્માના જીવનમાં કેટલું અધઃપતન નોંતરે છે. એક વર્ષનું નહિ પણ હજાર વર્ષનું ચારિત્ર એક રસનાની પાછળ નિષ્ફળ નીવડે છે. વિષયોનો વારંવાર સંપર્ક પણ પતનનું કારણ બને છે. કોઈપણ પાપ મોટા ભાગે વચનથી થાય પછી મનમાં અને પછી તનમાં આવે છે. એકવાર ઈન્દ્રિયમુગ્ધ બનેલ આત્મા માટે પાછા ફરવું મુશ્કેલ બની જાય છે. શાસ્ત્રમાં એક કથા આવે છે, નાનાભાઈએ દીક્ષા લીધી ને વર્ષો વીત્યા બાદ એકવાર શરીરમાં તકલીફ આવી. સાધન ટકાવવા તે સમયે દોષિત આહાર વાપરવો પડે છે. હવે બન્યું એવું કે શરીરમાંથી બીમારી ચાલી ગઈ પરંતુ ગોચરી ઉપર આકાંક્ષા જામી ગઈ. ગોચરીમાં મન ફસાઈ ગયું. એક લાલસા અનેક પાપની જનેતા. એક ઈન્દ્રિયનું પતન પાંચેયમાં કારણ બને છે. રસનામાં લુબ્ધ બનેલ મહાત્મા પાસે એમના મોટાભાઈ આવે છે. મોટાભાઈને જોઈ નાનાભાઈ પોતાનો ઓઘો બાજુ પર મૂકી દે છે. ભાઈ મહારાજનો સંકેત મોટા ભાઈએ સમજી લીધો. પતન જોઈને પતન પામે તે અજ્ઞાની અને પતન જોઈને વિશેષ સાવધાની રાખે તે જ્ઞાની. પતનને જોઈ તમારો પુરૂષાર્થ પાંગળો ન બનાવતા. આ રસ્તે ઘણા અકસ્માત થાય છે એમ જાણી કોઈપણ ડ્રાઈવર ગાડી પાછી વાળતો નથી પણ એ જ રસ્તે પૂર્ણ સાવધાની અને સાવચેતીપૂર્વક આગળ વધે છે. અબજોપતિ મમ્મણ મરીને નરકે ગયો. અહીં માણસ તરે છે ધનથી નહીં પણ ઊંચા મનથી. અનુત્તરથી મોક્ષ નજીક હોવા છતાં એમને પણ નીચે ઉતરવું પડે છે. વિશ્વમાં નિષ્પક્ષ શાસન જૈન દર્શન છે. શાસ્ત્રોની એક એક વાત તત્ત્વથી પૂર્ણ હોય છે. પરમાત્માને પણ કર્મ નડેલા. કરેલા કર્મ ભોગવ્યે જ છૂટકો છે. એકનું પતન જોઈ આપણા ઉત્થાનના સપના ચૂર થઈ જતા હોય તો એ આપણી અજ્ઞાનતા છે. નાનો ભાઈ રજોહરણ મૂકે છે એ જ વખતે મોટો ભાઈ સ્વીકારી લે છે. એક હજાર વર્ષનું ચારિત્ર $1000*10* 418610111** * * L [[** WAIT!!*(C_IN_AL!18 ૨૩૨ #!A* !$ !A |MC) [eties||L 311. AIM & G !!!! Limiss||R
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy