SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દીધું. શાક વાપરતા ઝેર ચઢ્યું. શુભ અધ્યવસાયો આવી ગયા. માત્ર ભોજન કરવું એ ઇન્દ્રિયજય પરંતુ રૂચિ-અરૂચિ કરવી તે ઈન્દ્રિય પરાજય. જ્ઞાની ભગવંતો લખી ગયા છે કે સાધુએ ગોચરી લાવવી કેમ? વાપરવી કેમ? શાસ્ત્રની અંદર બધી જ માહિતી આપી છે. જ્યાં મોહ નડે ત્યાં જીવ પડે. ચડવું હોય તો અક્ષયાનંદ પેદા કરવો જોઈએ. માનસિક વલણ જેટલું બદલાય તેટલું બદલતા જાઓ. ઈન્દ્રિયો ક્યારેય સંતોષ પામવાની નથી. ઈન્દ્રિયો માટે સદા દુષ્કાળ છે. વિષયોની તૃપ્તિ નહીં મળે. પદાર્થોથી દૂર જવાની કોશિષ કરો. ઈન્દ્રિયો ઉપર કંટ્રોલ કરતા જાઓ. આ ઈન્દ્રિયોને ગમે તેટલું આપો, રીટર્ન તો કરતી જ નથી અને તૃપ્તિ તો મળતી જ નથી. કોઈપણ ઈન્દ્રિય ક્યાંય પણ જતી હોય ત્યારે જ અટકાવી દેશો તો કર્મબંધ નહીં થાય. મોક્ષ મેળવવો હોય તો ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી બહુ જરૂરી છે. ઈન્દ્રિયોના જવા માત્રથી જો કર્મ બંધાઈ જતા હોય તો કેવલીના પણ બંધાય. સંત પાસે કોઈ ચિત્ર આવ્યું. ચિત્ર જોઈ રાગ-દ્વેષ થાય તો કર્મ બંધાય. વિષયો પોતે એકલા મારક નથી પણ કષાયો એમાં ભેગા મળે છે ત્યારે તે મારક બને છે. કોઈ મહાત્મા આરામથી વાપરવા બેઠા છે. ઈન્દ્રિયો ગઈ પણ મન ન ગયું તેથી કર્મબંધ ન થયો. સ્થૂલભદ્રની વાટે આપણાથી ચડાય નહીં. એ તો ઉચ્ચભાવનાથી ભાવિત હતા. હમણાં કોઈ સાધુઓ મકાનમાં ઉતર્યા હોય અને ઘરની દીવાલ પર સ્ત્રીનું ચિત્ર હોય તો પણ ન જુએ. વિષયોથી મુક્ત બનતા જાઓ. મહાત્માઓ ભોજનમાં રસ ન આવે માટે ભોજન સાથે કડીયાતું ભેગું કરીને પણ વાપરે. ધન્નો અણગાર. એમનો આહાર કેવો હતો? માખી પણ બેસવાનું પસંદ ન કરે. આ જીભને એવા ભોજનના પદાર્થો ન આપો. વિષયોથી આપણા કષાયો પોષાય છે. એક મોહક ચીજ સામે આવી. એને જોતાં આપણું મન એને મેળવવા માટે ઉશ્કેરાય છે. તારે જો ઈન્દ્રિયો ઉપર જય મેળવવો હોય તો કર્મની નિર્જરા કર. સંસારમાંથી નિવૃત્ત બનવાની કોશિષ કરતા જાઓ. સવૃત્તિની વિચારધારાથી ઈન્દ્રિયો મંદ પડે છે. ઈન્દ્રિયો ઉપર વિજય મેળવનારની મોક્ષપ્રાપ્તિની ઈચ્છા એક દિવસ જરૂર પૂરી થશે. મોક્ષમાં જવા માટે પ્રતિકારક હોય તો વિષયની વાસના છે. આજે પણ શાલીભદ્રની યાદ આવે છે અને ભાવથી મસ્તક ઝુકી જાય છે. ફુલની શય્યા પર જે ઉછર્યા હતા એ જ શાલીભદ્ર ધગધગતી શીલા ઉપર અણસણ કરે છે. ફુલની શૈયા ઉપર સૂનારને અણસણ લેવાનું મન થાય? એવા આત્માને યાદ કરવાથી આપણે સ્પર્શેન્દ્રિયના પરાજયથી અટકી જશું. શાસ્ત્રોના આદર્શો તારી સામે રાખ. શકાશ શાહ, as sidiarainimumaiwani and Yusuai 5 શિકાગાળામાં કાણા વાળા minimiiiiiiiiiY aidia
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy