SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ GSR. જ આત્માના ગુરુ બનવાનું છે. આ કાંઈ અસંભવ કે અઘરું નથી હોં. સ્વબોધ પામી સ્વમાં ૧ સ્થિર બને તો સ્વભાવતઃ અંદરમાંથી જ પ્રકાશના શેરડાં ફૂટવા શરૂ થઈ જાય. વાત જ સ્વબોધ પામવાની જ મહત્વની છે. સ્વબોધ કહો કે આત્મજ્ઞાન કહો – એ પમાય તો ન પછી અંદરનો જ્ઞાન ભંડાર વધુને વધુ ખુલવા લાગે છે. દૈનંદિન અસ્તિત્વની ઊંડી ઊંડી તો ગહેરાઈમાં જવાનું અને વધુને વધુ ઉજ્જવલ પ્રકાશ પામવાનું દિલ થવા લાગે છે. ભાઈ...! સાધનાપથનો ખરેખરો પ્રકાશ કોઈ ગુરુ કે ગ્રંથ દ્વારા નહીં પણ પોતાના જ ગહન અસ્તિત્વમાંથી ઉપલબ્ધ કરવા આતૂર થવાનું છે. આત્મજ્ઞાન અને આત્મધ્યાન લાધે તો જ પરમપ્રકાશના થોકના થોક – અસ્તિત્વની અનંત ગહેરાઈપર્યત પહોંચીને – પ્રાપ્ત કરી શકાય છે. વાત અમારે એ લક્ષગત કરાવવી છે કે પ્રકાશ બહારથી નથી મેળવવાનો પણ - ભીતરમાંથી એના ફુવારાઓ ફૂટ્યા જ કરે એવું કંઈક કરવાનું છે. અહાહા... જો ભીતરના ભંડારો ખુલવા લાગશે તો એટલા ભાતીગળ ભવ્ય પ્રકાશો ભાળવા મળશે કે જીવન એક ગ્રંથાલય બની જશે. પ્રસ્તુત ગ્રંથ તમારી જ ભીતરમાંથી અગણિત ગ્રંથો જેટલો વિપુલ વિમળબોધ ઉદ્ઘાટવામાં નિમિત્ત થાય... તમારું આત્મજ્ઞાન ઝળહળાયમાન કરવામાં નિમિત્ત બને... અને તમે સ્વયં પ્રકાશસ્વરૂપ – બોધસ્વરૂપ બની, જીવનનો અલોકિક આનંદ ભોગવતા આ થઈ જાઓ એવી રૂડી ભાવના સાથે આ ગ્રંથ આપના કરકમલમાં મૂકીએ છીએ. એનો ના પરમોચ્ચ સઉપયોગ કરવાનું ચૂકશો નહીં. CROORSAA RASA T Per pg Sapag gra gregg grg? "વાર અનંતી ચૂકીયો... ચેતન, ઇણ અવસર મત ચૂકો."
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy