SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન 111111 Mઅgs સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યનન. જાતનું અધ્યયન. કોઈ પ્રશંસા કરે તો ભીતરમાં ગલીપચી થાય છે, એવી જ રીતે પ્રત્યેક ઘટના વેળાએ ભીતરમાં શું પ્રતિભાવ ઉઠે છે એનું કરીને અવલોકન એ સ્વાધ્યાય છે. માનવીનું અંતઃકરણ એ અધ્યયન કરવા યોગ્ય મહાગ્રંથ છે. અરે ! એ ગ્રંથાલય છે. પ્રશાંતચિત્તે અંતઃકરણમાં ઉઠતા ભાવ-પ્રતિભાવોનો અભ્યાસ થાય- ગહેરાઈથી આંતરભાવોનું અવલોકન થાય – તો એ સ્વાધ્યાય છે. એ આતરતા છે. પોતાની જાત વિશે પોતાને જે અમુક પ્રકારની ચોક્કસ માન્યતા રહેલી છે એ માન્યતા કેવી ભ્રાંત છે અને વાસ્તવિક પોતાની જાત કેવા કાળા-ધોળા રંગોથી ભરેલી છે. એનું ભાન અંતરમાં પ્રવર્તતા વિભિન્ન-વિભિન્ન ભાવો અવલોકવાથી મળે છે. આત્મવિશુદ્ધિની ખરેખરી ચાહના હોય તો પ્રથમ અંતરમાં પ્રવર્તતા અગણિત ભાવો – પ્રતિભાવોનું ઈમાનદારીથી નિરીક્ષણ – પરીક્ષણ કરવું ઘટે છે. પોતે પોતાની ખરી જાત ઓળખવામાં કેવી થાપ ખાધી છે એનું સચોટ ભાન ત્યારે થાય છે. જઈs માનવી બીજું કશું અધ્યયન ન કરે અને માત્ર કરીને પોતાની ભીતરીય જાનું જ અધ્યયન કરે તો તે એક એવું વિરાટ અધ્યયન છે કે એમાં જીંદગી આખી પણ ટુંકી પડે. ખરેખર કરવા જેવો સ્વાધ્યાય આ છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy