SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકારી કોણ? અધ્યાત્મબોધનો ખરેખરો અધિકારી એ છે કે જે જીવનના તમામ આયામોથી ઉભગી ગયેલ છે... અને રૂઢ જીંદગીથી રડી રડીને વિમુક્ત થવા ઝંખે છે. પોતે જીવી રહેલ છે એ સાચું જીવન નથી એવું જેને અંતરના ઊંડાણથી લાગે છે. અને - ઊંડા અંત:કરણથી જે સાચા સત્યનિષ્ઠ જીવનની ખોજ ચલાવી રહેલ છે. જેના ગહન અંતઃપ્રદેશમાંથી અવાજ આવે છે કે જીવન આટલું બધુ બેસૂરૂં-બેહુદુ ને બંધીયાર ન હોઈ શકે – બલ્ક, ખરું જીવન તો ઘણું વિરાભવ્ય અને ભાવનાની અનંત ગહેરાઈથી યુક્ત હોય. જેને કોઈ રમ્યભવ્ય અને સંવાદમધુર જીવનનો અણસાર અને ભણકાર ભીતરમાંથી સતત આવ્યા કરે છે અને જે ચીલાચાલું જીવનમાં “આમૂલ-ક્રાંતિ આણવા અર્નિશ તડપે છે. અધ્યાત્મબોધનો એ અધિકારી છે. જીવનનો પરમાર્થ અર્થાત્ પરમ અર્થ જે ખોજે છે તે ખરેખર એને અનુરૂપ એવો દિશાબોધ અચૂક પામે છે. જેની ખોજ સચ્ચાઈભરી છે અને ખોજવા હૃદયની અગાધ વેદના-સંવેદના નિહિત છે એને પરમાર્થની જીવન જીવવાની સર્વ પ્રકારની સુવિધાઓ અને સબ્રેરણાઓ અચૂક મળી રહે છે. જીવનની અનંત સુદ્રતાઓમાંથી જે અસીમ ઉંચે ઉંચે ઊઠવા તલસે છે અને અંત જ્ઞાન અને અંત પુરૂષાર્થની પાંખો અચૂક મળી રહે આ જ હોય છે . હા હા હાથ છે . હવે પ્રાણમાં જેની પ્રબળ પવિત્ર અભિપ્યા હોય એ પ્રાપ્ત થવામાં પ્રકૃતિના તમામ પરિબળો સહાયક બની રહે છે. સાધનાપથનો સમુજ્જવલ પ્રકાશ પામવા જેના પ્રાણ વારંવાર વલખે છે એને પોતાના અસ્તિત્વમાંથી જ એવો અદ્ભુત આલોક ઉપલબ્ધ થાય છે કે એની પાસે સેંકડો સૂર્યના આલોક પણ ઝાંખા પડે. જેની ઝંખના સચ્ચાઈ ભરી છે એને સદેવ સદેવ – નિત્યનુત્તન – પથપ્રકાશ સાંપડતો જ રહે છે. એનો સાધનાપથ – ઉછીના નહીં પણ પોતીકા – પવિત્ર પ્રકાશથી ઝળહળાયમાન બની રહે છે. સાધનાપથનો પવિત્ર પ્રકાશ ખરેખર તો ભીતરમાંથી મેળવવાનો છે. એ બહારથી ઉછીનો લેવાનો નથી પણ જાતે જ અસ્તિત્વના પેટાળમાંથી પ્રગટાવવાનો છે. આત્માએ થઈ હતી
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy