SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ સાધનાપથ અને આત્મજ્ઞાન સાધકે પોતે તો પાત્રતા ખીલવવાનો જ પુરૂષાર્થ કરવાનો છે.દિનરાત પોતાની પાત્રતા ઘડવા જ પ્રયત્નરત્ત રહેવાનું છે...બાકી પરિણામ અર્થે તો પ્રશાંતભાવે ‘પ્રતીક્ષા’ કરવાની છે. - આ ઘણી ધીરજનું કામ છે: પરિણામ માટેની આતુરતા કે ઉત્સુક્તાથી ચિત્તને ચંચળ કે વ્યગ્ર થવા દેવાનું નથી. 70રૂ પ્રકૃતિનો એ અટલ નિયમ છે કે પાત્ર થશે એને પરમસિદ્ધિ સાંપડશે જ. યોગ્યને યોગ્ય સમયે યોગ્ય પદાર્થ મળી જ રહે છે. આપણું કામ તો યોગ્યતા ખીલવવાનું જ છે - ફલાકાંક્ષા સેવવાનું નહીં. બસ, ...અહર્નિશ-પ્રતિપળ પોતાની પાત્રતા ઘડવા લયલીન રહેવાનું છે. 70 સરળતા, મધ્યસ્થતા, નિરહંકારીતા, ભવોદાસીનતા, ધ્યેયનિષ્ઠતા, ઠરેલ પ્રજ્ઞતા, નિસ્પૃહતા ઈત્યાદિ અનેકવિધ પાત્રતા વધુ ને વધુ પાંગરે તે માટે સત્સંગ, સત્શાસ્ત્રનું અધ્યયન, ઊંડી વિચારકતા, મનોમંથન, ધ્યાન-ધૂન-લગની ઈત્યાદિ સાધન ખૂબ પરિસેવવા ઘટે. 0 નિરાગ્રહી મતી એ ઘણી મોટી પાત્રતા છે. પોતે સત્ય મર્મ જાણતો હોવા છતાં પણ કોઈસાથે વ્યર્થ ખેંચાતાણીમાં ન ઉતરવું અને એવું લાગે તો તરત મૌન થઈ જવું એ મોટી પાત્રતા છે. ખરે જ આગ્રહરહિતતા એ સાચા સાધકનું સ્વાભાવિક લક્ષણ છે. 706 સંતોષીવૃત્તિ એ પણ મોટી પાત્રતા છે. સંતોષી જીવને જે પણ કાંઈ મળ્યું હોય એ પર્યાપ્ત જ લાગે. પોતે અંદરથી એવો પરિતૃપ્ત હોય છે કે, કોઈ અતૃપ્તિ સંતોષી હ્રદયમાં ઉદ્ભવતી જ નથી. સાધક માટે આ સંતોષવૃત્તિ પાયાની જરૂરીયાત છે. ‘સંતોષ’સાધકનું સહજ લક્ષણ હોય છે. 70 આત્માર્થી મહાનુભાવની એક બીજી મહત્વની પાત્રતા જિતેન્દ્રિયપણું છે. અતીન્દ્રિય સુખની જેને લગન લાગી છે એવો સાધક ઇન્દ્રિયસુખોમાં ખાસ રાચતો-માચતો નથી - બ્લકે એ પ્રતિ સહજ ઉદાસીન રહે છે. સહેજે સહેજે એનું મન પંચેન્દ્રિયના વિષયોમાંથી પાછું વળી રહેતું હોય છે. T સાધક ધર્માત્માની એક બીજી મહત્વની પાત્રતા અક્ષુદ્રતા’ છે. સાચો સાધક ક્ષુદ્ર-સ્વભાવી હોતો નથી. ક્ષુદ્ર વાતોમાં એ રસ લેતો નથી. ક્ષુદ્ર બાબતે કદી રકઝક કરતો નથી. ક્ષુદ્ર વાતોમાં માથું મારવું કે પંચાત કરવી એને અંતરથી ગમતી નથી. સાચા સાધકનું આ મહત્વનું લક્ષણ છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy