SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ - સાધનાપથ અને આત્મજ્ઞાન ભાઈ ! બહેતર તો એ જ છે કે તું દેહની મૂછ આસક્તિ છોડી દે. કારણ દેહ જેટલું સુખ આપે છે એથી વધુ દુઃખ આપે છે. એની મૂછ જે ત્યજે છે એ એના સુખ-દુઃખથી પાર ઉઠી જાય છે. ખરે તો જેટલી મૂછ છે એટલું જ દુઃખ છે. દેહ ઉપરની મૂછ જેટલી ઓસરશે એટલી જ આપોઆપ જગત પરત્વેની મૂછ પણ ઓસરી જશે. જગત પરની મૂછ જેટલી ઘટવા પામશે એટલી આત્મા પરની રતી પણ વધવા અનુકુળતા થશે.આત્માની રતી-પ્રીતિ જેટલી વધવા પામશે એટલી અતીન્દ્રિય-આનંદની ઉત્પત્તિ સહજ થશે. દેહનીમૂછ ઉતરી ગઈ હોય તો કોઈ આ દેહને કાપે-કારવે તો પણ દુઃખનો બોધ થતો નથી. આપણને આ નહીં સમજાય; કારણ આપણે ઘેરી મૂછમાં જીવી છીએ...પરતુ. જેની મૂછ ઉતરી ચૂકી છે એના દેહને વાઘ-સિંહ ફાડી ખાય કે કોઈ જલાવી દે તો પણ એને દુઃખનો બોધ થતો જ નથી. ભાઈ ! દેહની મૂછ ઉતારવાના અપરંપાર લાભ છે. જો અખંડ આત્મરતી અને અખંડસમાધિ કેળવવી હોય તો દેહની માયા-મમતા-સક્તિનો શીધ્ર પરિત્યાગ કરો, અખંડ સમાધિ જામવામાં દેહની મૂછ બાધારૂપ છે. – મોટી બાધારૂપ છે. દેહાસક્તિ તૂટી તો સમાધિ પામવી સુલભ છે. અહાહા...કેટલી ઘોર અસમાધિ ભોગવી રહ્યો છે આજનો માનવ !? બધી બલાનું મૂળ દેહાદિ અર્થાત દેહ-ધન-મકાન-પરિવાર ઇત્યાદિક સાથેનો એનો તીવ્ર તાદાત્મભાવ' છે. ખરો જ સમગ્ર તાણતંગદિલીનું મૂળ આ બેહદ વધુ પડતો વિસ્તરેલો તાદાત્મભાવ જ છે. જેનું ધ્યેય કેવળ આત્મહીતનું જ છે. આત્માની પરિપૂર્ણ વિશુદ્ધિ જેને સાધવી છે. આત્માની અનહદ ઉન્નતિ જેને પામવી છે..., એણે દેહાદિ દુન્યવી પદાર્થોનો મોહ વિનષ્ટ કરવો રહ્યો અને આત્મરતિમાં રાતદિન રસનિમગ્ન થવું ઘટે છે. અનાદિની દેહાદિ પદાર્થોની માયા-મમતા ઉતરતા સમય લાગે. આત્મપિછાણ અને આત્મરતી સાધતા શ્રમ અને સમય લાગે એ સ્વાભાવિક છે. સાધકે પૈર્યપૂર્વક ધ્યેય સાધવાનું છે. - કાળ કાળાંતરે તો એના કલ્પનાતીત મીઠાં ફળ માણવા મળવાનાં જ છે. ધૈર્ય અખૂટ જોઈએ.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy