SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન વાતેવાતમાંથી સહજતયા વૈરાગ્ય જ નિર્મિત થાય એવી જ મુમુક્ષુ સાધકની મનોસ્થિતિ હોય છે - પ્રત્યેક વાતમાંથી બોધ અને વિવેક ગ્રહણ કરવો તથા સહજ વૈરાગ્યભાવ ઉપલબ્ધ ક૨વો અને વારેવારે અંતર્મુખદ્રષ્ટિ કરી લેવી; એવી સાધકની સ્વાભાવીક રીતિ હોય છે. ૩૪ 0 નીવડેલા નિર્વાણ સાધકને તો વારંવાર શૂન્યમનસ્ક થઈ આત્મલીન બની જવું જ રૂચે છે. કોઈપણ પ્રકારનો મનોવ્યાપાર કરવો એને ખાસ પસંદ નથી. પવન વિનાના-દિવાની નિશ્ર્ચલ જ્યોત જેવું એવું મન ‘નિશ્ચલ ' થઈ ચૂક્યું હોય છે. - આથી તો એને ‘સ્થિતપ્રજ્ઞ’ કહેવાય છે. " @> નિશ્ર્ચલમના સાધકને કોઈ બાહ્યભાવની મહત્તા જ મૂળતઃ નથી; એથી સકલ બાહ્યભાવો પ્રતિ એ હર્ષખેદાદિ પ્રતિભાવોથી રહિત હોય છે. દુન્યવી બાબતોમાં એ સાવ જડભરત જેવો' - રૂચી-રતીલક્ષ્યવિહોણો મૂઢવત્ વર્તે છે. - જાણે મૂર્ત-પ્રતિમા જ ન હોય ! 70 નિર્વાણપથના પથિકને, નિજાનંદમાં નિમગ્ન રહેવા સિવાય બીજું કાંઈ રૂચતું-જચતું નથી. સ્વચૈતન્યમાં એ સુપેઠે થંભી રહેલ હોય છે. - થંભી રહેવા ઝંખે છે. શૂન્યમનસ્ક-ધ્યાનમાં લીન રહેવું અને આત્માને વધુ ને વધુ ગહનતાથી સંવેદવો એ જ એની ઊંડી અભીપ્સા હોય છે. 70× અંતરાત્મામાં સમાયેલો સાધક કોઈ વસ્તુ ટગર ટગર જોતો હોય તોય એ જોતો નથી. એ અરૂપીને જ જૂએ છે-કોઈ રૂપી પદાર્થ ને નહિ, ખાવા છતાં એ ખાતો નથી. બોલવા છતાં એ બોલતો નથી. એ તો તમામ કરણીઓનો સાક્ષી' માત્ર જ છે. 1017 જ્ઞાની બહારથી સનમૂન લાગે - દરેક બાબતમાં બેધ્યાન લાગે - ઘણીવાર ઉન્મત જેવા લાગે...એ બહારથી જેવા પણ લાગે, પણ ભીતરથી એવા નથી. જ્ઞાનીની ભીતરીય દશા કેવી હોય છે એ વર્ણનનો વિષય નથી. ઘણી ઘણી અદ્ભૂત આંતરદશા એમની હોય છે. 1811 બાહ્યથી જોતા જ્ઞાની સામાન્ય આદમીની જેવા જ વિશેષતારહિત બતાય છે. કોઈપણ દેખાવ કરવા તેઓ સ્વભાવતઃ ખુશી ન હોય; આડંબરી કરતા એ અલ્પ તેજસ્વી પણ ભાસે; પરંતુ અંદરમાં એ કેવી પ્રમોન્નત દશાએ વિરાજતા હોય છે એ તેઓ જ જાણે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy