SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાપથ અને આત્મજ્ઞાન ૩૫૧ શીખંડ કે સાલમપાક એની નિશ્ચિત વિધિએ થાય છેઃ દૂધમાંથી ઘી એના નિશ્ચિત ક્રમે થાય છે: જગતના તમામ કાર્યો એની યથાયોગ્ય રીતરસમથી જ થાય છે. તો અનાદિની ભ્રાંતિઓ ભેદી ‘નિર્ભ્રાતદર્શન’ સાધવાનું ભવ્ય કાર્ય સંપન્ન થવાની કોઈ નિયતવિધિ નહીં હોય ? 70 સાલમપાક બનાવવાની વિધિ જાણવા-સમજવા માત્રથી કંઈ પેટ ભરાયને પરિતૃપ્તિ થઈ જતી નથી. જીવને બધું જાણવાનો શોખ તો બહુ જ છે. પણ જાણ્યા પછી જાણેલું ચરિતાર્થ કરવા અને પરમસિદ્ધિ હાંસલ કરવા કદમ માંડવાનો શોખ પણ ભરપૂર હોવો ઘટે ને ? 70 થોડું પણ જાણ્યું ઘણું સાર્થક છે – જો એ જ્ઞાન શીઘ્ર આચારાન્વિત કરાય. ઝાઝું શું કહીયે ? જે જ્ઞાન લબ્ધ થતાની સાથે જ આચારાન્વિત પણ થવા લાગે એ જ જ્ઞાન સાર્થક છે. જ્ઞાન ખરેખરૂ રુચ્યું હોય તો એ આચરણરૂપ અનાયાસ જ બની જાય છે. 70 કિલ્લોલતી ચેતના કોને ન ગમે ? એવી ઉમદા ઉરપ્રસન્નતા પામવા અને સદૈવ ટકાવી રાખવા, તરોતાજા તત્વજ્ઞાનની કેટલી અમાપ જરૂરત છે એ કહેવાની જરૂર નથી. તત્વજ્ઞાન હરહંમેશ તાજું રાખવા ‘નિત્યનુત્તન’ ચિંતન-મનન પણ ચાલુ જ રહેવું જોઈએ. 70 સુખ-દુઃખ બંનેથી બેપરવા બની રહે એજ સહજ નિજાનંદ પામવા અધિકારી બને છે. ને એ આનંદની પણ પરવા નહીં: તમા નહીં: લાલસાનહીં; એવી મસ્તરામ મનોસ્થિતિ સર્જવી ઘટે. આનંદની પણ અપેક્ષા તો નહીં જ – પછી અન્ય કોની અપેક્ષા હોય ? કોઈનીય નહીં. @NT ગર્વમાં ગુલતાન જીવ ભલે ન માને પણ જીવે જીંદગીમાં ડહાપણના કામ જેટલા ક૨ેલ છે એનાથી અનેકગુણા ઘેલછાના કામ કરેલ છે. જીંદગીનું એવું ગહન નિરીક્ષણ નથી એથી ખ્યાલ આવતો નથી – બાકી જીવની ઘેલછાનો – મુઢતાનો – પામરતાનો કોઈ પાર નથી. 70 મારા પરમ આત્મવિકાસમાં સૌથી મોટી બાધા મારી પોતાની જ છે – અર્થાત્ મારો મિથ્યા ઘમંડ જ મહાન બાધારૂપ છે. પોતાની જાત વિશેના ખોટા ખ્યાલો પ્રત્યેક માનવીમાં હોય છે. પોતાની સાચી જાત ઓળખવામાં આવે તો જ પરિશોધન થાય ને ? પણ –
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy