SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સાધનાપથ અને આત્મજ્ઞાન અશાંત ચિત્તે પરાણે પરાણે સાધનાનો પ્રયાસ કરવા જતાં એમાં સહજતા કે સ્વભાવિકતા રહેતી નથી. એમાં મુક્તિસાધક ભાવના બદલે વિરૂદ્ધભાવ સેવાય જવાનો સંભવ છે. કથનાશય એ છે કે મનને શાંત-સ્વસ્થ કર્યા પછી જ સાધના જમાવવી ઘટે. 70 ક્યારેક મનને મનાવવું આસાન નથી હોતું. એનો ઉદ્વેગ સમજી પણ ન શકાય એવો અકળ હોય છે. આમાં જોર-જુલમ કાંઈ ઓછા જ કામ આવે છે ? સાધકની એ મજબૂરી છે કે એ પોતાના જ મનોભાવ સ્પષ્ટતયા સમજી-પિછાણી નથી શકતો. 70 જ્યારે મન નિરૂપ્રદ્રવી હોય - હળવું અને આહલાદ્ભય હોય - ત્યારે ખરેખરો અવસર છે. અહીં સાધકે સમ્યગ્ - પુરુષાર્થની પરમ તક ચૂકવા જેવી નથી. સત્ શ્રવણ-વાંચન-ચિંતન-મનન-નિદિધ્યાસન ઇત્યાદિ સર્વ બને તેટલું સવિશેષ સાધી લેવાનો એ સુવર્ણ અવસર છે. 70 સાધકે કમાણીની તક પિછાણવામાં કસૂર કરવી ઘટે નહીં. ક્યારેક સાવ સામાન્ય કમાણી થતી હોય છે તો ક્યારેક અલ્પ આયાસે અઢળક કમાણી થતી હોય છે. સાધક તો કુશળ વ્યાપારી જેવો છે. સાધનાનું આવું કૌશલ્ય કેળવી લેવા જેવું છે. કામ તો આત્માની વિશેષ વિશેષ વિશુદ્ધિ સાધવાનું અને સ્વભાવરમણતા વધારવાનું કરવાનું છે. પરાપૂર્વથી કે પૂર્વજન્મોથી ચાલી આવતી ભ્રાંતિઓ જ્ઞાનકૌશલ્યથી ભેદવાનું કરવાનું છે. ચિત્તની વિશુદ્ધતા અને સ્વૈર્યતા દિનંદિન વધારતા જવાનું છે. 05 જીવ, જરા જરામાં અને જ્યાં ને ત્યાં લક્ષ નાખી નાખીને નકામી ચેષ્ટાઓમાં ચોંટી જવાની તારી ફુટેવ નહીં સુધાર તો સ્વભાવમાં સ્થિર થવાનું સંભવશે કેમ કરીને ? કાં સ્વભાવમાં સ્થિર થવાનું શમણું છોડી દેઃ કાં જ્યાં ને ત્યાં માથું મારવાની મુરાદ છોડી દે. 7800 પરમ ધ્યેય સાધવાના પુનિત પથમાં... જ્યાં ને ત્યાં માથું મારવાની આદત જેવો બીજો કોઈ અવરોધ નથી. જીવને એવી જાલિમ આદત પડી ગઈ છે કે ન ચાહે તો પણ જરા જરામાં છટકીને મન લક્ષચ્યુત થઈ જાય છે ને સાધનાનું સાતત્ય’ જામી શકતું નથી.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy