SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ સાધનાપથ અને આત્મજ્ઞાન બરે જ માનવીને એના પોતાના અનવઘી અજ્ઞાનનો અંદાજ નથી. જ્ઞાનીઓ તો જાણે છે કે જીવના જ્ઞાનનું – જીવના સાન-શાનનું એકે વાતે ઠેકાણું નથી. હજારો વાતોમાં એકપણ વાત એની પરિપૂર્ણ યથાર્થ નથી. અહી... છતાં જીવનો જાલિમ ઘમંડ જોઈ જ્ઞાનીને શું થતું હશે ? આખો લોક અજ્ઞાનના નિરવધિ અંધકારથી વ્યાપ્ત છે. આખો લોક મોહનો જાલિમ ગુલામ છે. આખો લોક પ્રમાદરૂપી પક્ષઘાતના વ્યાધિથી ગ્રસીત છે. આ અજ્ઞાનઃ મોહ: પ્રમાદનું કેવું દુર્નિવાર દુષણ દુનિયાભરમાં વ્યાપેલું છે કે દુનિયાનો ઉદ્ધાર કોઈ કાળે ય સંભવ નથી. વર્તમાનયુગના એક પ્રખર ચિંતકે કહ્યું છે કે કર્તવ્ય જેવો કોઈ ગંદો શબ્દ નથી. અપેક્ષાએ આવાત ખરી છે. તામસસ્વભાવી માનવી કર્તવ્યના નામે જે તોરમાં રાચે છે. ઘમંડમાં રાચે છે – તંત અને તરખાટમાં રાચે છે – તોફાનો કરે છે... એ બધુ ઘણું ઘણું શોચનીય છે. અકસ્વભાવ જાણવા-જોવાનું કે એમાં જામી જવાનું માનવી મુદ્દલ મુનાસિબ લેખતો નથી. કરૂંકરૂનો એનો લગવાડ આત્મવિસ્મરણના હેતુથી જ હોય એવો ઘાટ છે. કરવું નહીં કરવું છે” – એ સૂત્ર સદેવ સ્મરણમાં રાખવા યોગ્ય છે. ઠરવાની વિધિ પૂછતા હો તો વિધિ આ જ છે કે જ્ઞાનનું લક્ષ જે અન્ય બાજુ છે એને ઉલટાવી સવળી બાજુ કરવું – અર્થાત બીજે બધેયથી પાછા વળી જઈ આત્માભિમુખ થવું. બધુ ય ભૂલી જવા યોગ્ય છે: કાંઈ કરતા કાંઈ યાદ રાખવા યોગ્ય નથી. સિવાય કે સ્વભાવ. કર્તવ્યની સલાહ દેવાના નામે માનવી બીજા ઉપર આક્રમણ કરે છે. એક અર્થમાં એ બળાત્કાર કરે છે. સામાની કોઈ સ્વતંત્રતા જ ન રહે એવી સ્થિતિ સર્જે છે. એનું ન ચાલે તો પાર વિનાના ફ્લેશ-કંકાસ કરે છે. પોતા પર તો લાદે છે પણ બીજા ઉપર પણ બોઝ લાદી વૈમનસ્ય વધારે છે. કર્તવ્યભાવ કાળજામાંથી સહજ ઉગતો હોય તો અલગ વાત, પણ હઠ કરી - તાણીતુણીને એવો ભાવ હંકારવામાં કોઈ સાર નથી. જાત સાથે આવા જોર-જુલમ કરનાર બીજા ઉપર પણ આક્રમક બનીને કર્તવ્ય લાદી દે છે. એ ઉલ્ટાની સામા જીવની રહીસહી રુચિ પણ ખતમ કરવાનું કરે છે.
SR No.032464
Book TitleSadhnapath Ane Aatmgyan
Original Sutra AuthorN/A
AuthorRajubhai Laherchand Shah
PublisherRajubhai Laherchand Shah
Publication Year2005
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy