SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય એ જ હસ્તપ્રત ઉપયોગમાં લીધી હશે એવું અમારું માનવું છે. તથા તે જ શાંતિનાથ જ્ઞાનભંડારની બીજી તાડપત્રીય હસ્તપ્રત (જેની અમે સંજ્ઞા તું, રાખી છે.) તેના પાઠો હ સંજ્ઞક હસ્તપ્રતના પાઠભેદો સાથે બરાબર મેળ બેસે છે. તેથી વ સંજ્ઞાથી કદાચ તે હસ્તપ્રત ઉપયોગમાં લીધી હશે એવું અમારું અનુમાન છે. બાકીની જ ય હ ર સંજ્ઞાવાળી હસ્તપ્રતો કયા ભંડારની છે તે અમે શોધી શકયા નથી. તદપરાંત. છ ક ક ઝ ટ ઠ સંજ્ઞાવાળી પાંચ હસ્તપ્રતો માત્ર આચારાંગ નિર્યુક્તિની હશે તેવું જણાય છે. કારણ કે, આચારાંગ નિર્યુક્તિના પાઠભેદો વખતે જ તેનો ઉલ્લેખ પ્રેસકોપીમાં કર્યો છે. આ બધી પણ પ્રતો કયા ભંડારની છે તે અમને ખબર નથી. વળી ક્યાંક સવ એવી સંજ્ઞાવાળી હસ્તપ્રતના પાઠભેદો પં.અમૃતભાઈએ નોંધ્યા છે. અમારું માનવું છે કે આચારાંગસૂત્ર ઉપર મુનિશ્રી લક્ષ્મીકલ્લોલે લખેલી અવસૂરિના એ પાઠો હશે. અમારી પાસે એ અવચૂરિ હાલ ઉપલબ્ધ ન હોવાથી અમે એ પાઠો અવચૂરિ સાથે મેળવી શક્યા નથી. આચારાંગ સૂત્રના બીજા ભાગના સંશોધન માટે અમે જે હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે તથા તેની જે સંજ્ઞાઓ રાખી છે તેનું સ્વરૂપ અને બીજા ભાગની પ્રસ્તાવનામાં આપશું. બૃહત્કલ્પચૂર્ણિમાં એક મજેની ઉક્તિ આવે છે “વૃન્દ્રસાધ્યનિ ળિ”. દરેક કાર્ય ઉપકારસ્મૃતિ પછી ભલે તે નાનું હોય કે મોટું પણ એકલપંડે સાધી શકાતું નથી. કાર્ય સાધવા યાત્રા માટે અનેક વ્યક્તિઓ અતિ આવશ્યક છે. એક ગગનચુંબી ઇમારત જોઇને જગત એ ઇમારતને બનાવનાર બિલ્ડરને ધન્યવાદ આપે છે. પણ, ધન્યવાદને પાત્ર તો પડદાની પાછળ રહેનાર તે મજૂરો છે જેમણે પોતાનું લોહી-પાણી એક કરીને ઇમારત બનાવવામાં જાન રેડી છે. પ્રસ્તુત પ્રકાશન અંગે પણ મારે એ જ કહેવું છે. જેઓ કયારેય જાહેરમાં આવવાના નથી તેવી વ્યક્તિઓએ જો આ પ્રકાશનમાં સહાય કરી ન હોત તો માટીપગા એવા મારા માટે મંઝિલ સુધી પહોચવું અશકય બની ગયું હોત માટે સાચા ધન્યવાદને પાત્ર તેઓ જ છે. હું તો માત્ર તેઓના બદલે જશ ખાટી રહ્યો છું. પરમ કૃપાળુ અરિહંત પરમાત્મા, મુંબઈ વિલેપાર્લામંડન શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભગવાન તથા શ્રમણ ભગવાન મહાવીરનો અદશ્ય અનુગ્રહ સંપાદન દરમ્યાન સતત ને સતત વરસી રહ્યો હોય તેવો નિદ્ભુત અનુભવ થયો છે. અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી તથા વર્તમાન દ્વાદશાંગીના રચયિતા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીને પણ આ અણમોલ અવસરે કઈ રીતે ભૂલી શકાય?. આચારાંગ નિર્યુક્તિના કર્તા ભગવાન ભદ્રબાહુ સ્વામી તથા ટીકાકાર શ્રીમદ્ શીલાંકાચાર્યજી પણ દિવ્ય સહાય સતત વરસાવતા હોય તેવો અનુભવ થતો રહ્યો છે. ટિ ૧. જુઓ બૃહત્કલ્પચૂર્ણિ, પૃ૧૫૯ ૫૦૧૪ २७
SR No.032460
Book TitleAcharang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri, Yashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages496
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy