SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય વૃક્ષના ફ્ળમાં તો એક જ ગોટલો મળે છે તો આમળાનો સમાવેશ કઇ રીતે બહુબીજક વર્ગમાં થાય આવી શંકા સહજ ઉદ્ભવે. આ જ અભિપ્રાયથી પૂજ્ય મલયગિરિજી મહારાજા પ્રજ્ઞાપનાસૂત્રની ટીકામાં જણાવે છે કે .. नवरमिहामलकादयो न लोकप्रसिद्धाः प्रतिपत्तव्याः, तेषामेकस्थिकत्वात्, किन्तु, देशविशेषप्रसिद्धा बहुबीजका एव केचन' | ૧, પૂજ્ય મલયગિરિ મ. પણ આમળા લોકપ્રસિદ્ધ ન લેવા. પરંતુ, દેશવિશેષપ્રસિદ્ધ લેવા એમ જણાવવા દ્વારા તે તે નામથી લોકમાં પ્રસિદ્ધ એવા તે તે વૃક્ષો અંગે પ્રશ્ન ઉભો કરી નિરાકરણ કરે છે. તેથી અમે પણ નામસામ્યથી જે જે વૃક્ષોના ફોટા પરિશિષ્ટમાં લીધા છે તે તે વૃક્ષો શાસ્ત્રકારને માન્ય જ હોય એમ નિશ્ચિત સમજવું નહીં. પ્રસ્તુત પ્રકાશનનું મૂળ સંશોધન પંડિતવર્ય અમૃતલાલ ભોજકે કરેલ છે. તેમણે આચારાંગ સંપાદનમાં ઉપયુક્ત ટીકાના સંશોધન માટે ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતોને ‘ક ખ ગ ઘ’ એવી હસ્તપ્રતો સંજ્ઞાઓ આપી છે. તે તે સંજ્ઞાથી કયા કયા ભંડારોની કઈ કઈ હસ્તપ્રતો લીધેલ છે તેનો ઉલ્લેખ તેમણે કયાંય કર્યો નથી. તથા તે અંગેના જાણકાર વ્યક્તિ પણ હાલ કોઇ વિદ્યમાન નથી. તેથી તે તે સંજ્ઞાવાળી હસ્તપ્રતો અંગેની માહિતી આપવામાં પૂજ્ય જંબૂવિજયજી મહારાજે પણ આચારાંગ ટીકાની પ્રસ્તાવનામાં પોતાની અસમર્થતા બતાવી છે માટે અમે પણ આ અંગે વધુ કહેવા અસમર્થ છીએ. પરંતુ, પંડિતવર્યની પ્રેસકૉપી અવલોકતા એટલું જણાય છે કે એમણે આચારાંગ ટીકાના સંશોધન માટે ૬ પ્રતો ઉપયોગમાં લીધી છે. તેમાં ૨ તાડપત્રીય હસ્તપ્રત છે. તે ૨ તાડપ્રત્રીય હસ્તપ્રતોને ‘સ્વ’ સંજ્ઞા આપી છે. બાકીની હસ્તપ્રતો કાગળની હશે તેવું લાગે છે. ‘’ સંજ્ઞક તાડપત્રીય હસ્તાદર્શના પાઠભેદો અમારી પાસે રહેલ ખંભાત, શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારની વિ.સ.૧૩૨૭ વર્ષમાં લખાયેલ હસ્તાદર્શ (પાંચમા અધ્યયનથી જેની અમે સંજ્ઞા ઘું, રાખી છે) તેની સાથે સંપૂર્ણ મેળ પડે છે. તેથી ઋ સંજ્ઞાથી કદાચ પં.અમૃતલાલશ્રીએ ટિ ૧. જુઓ જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રકાશિત પ્રજ્ઞાપના સૂત્ર પ૧ સૂત્રગાથા॰૧૫ પૃ૬૩. ૨. ‘જૈન આગમ વનસ્પતિ કોશ'માં મુનિ શ્રીચન્દ્ર‘કમલ’ આમળાના બહુબીજત્વ અંગે જણાવે છે કે ‘પ્રજ્ઞાપના જી टीकामें लोकप्रसिद्ध आमला ग्रहण न कर देशविशेषमें होनेवाले आमला का संकेत दिया है। आमले के भीतर एक गुठली होती है और उसमें छ बीजों का उल्लेख मिलता है । .. आमले के अन्दर की गुठली में तीन कोष होते हैं । तथा प्रत्येक कोष में दो-दो त्रिकोणाकार बीज पाए जाते हैं । ( धन्व० वनौ० विभाग १ पृ०३६२ ) જૈન આગમ વનસ્પતિ કોશ પૃ૦૨૬-૨૭ પ્રમાણે છે- ‘આ પાંડુલિપિમાં આચારાંગવૃતિની હ્ર ૩ ૧ ધ ૬..... વગેરે વગેરે હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરીને અનેક અનેક ટિપ્પણોમાં પં.અમૃતભાઇએ પાઠભેદો આપ્યા છે. પરંતુ રુ વ । .... વગેરેથી કયા કયા હસ્તલિખિત આદર્શો તેમણે વિવક્ષિત છે તેનું કશું જ સ્પષ્ટીકરણ તેમણે કયાંય કર્યુ નથી. વિક્મ સં. ૨૦૫૬ મહા વદિ ૧૩ શનિવા૨ (ઈસ્વીસન તા. ૪૩-૨૦૦૦)માં તેઓ સ્વર્ગવાસી થઇ ગયા છે. તેમજ તેમના સહયોગી શ્રી લક્ષ્મણભાઇ ભોજક પણ સ્વર્ગવાસી થઇ ગયા છે. એટલે આ ૢ ૩ આદિ સંકેતોથી શું ગ્રાહ્ય છે તેની અમને કશી જ ખબર નથી'. -પૂ.જંબૂવિજયજી મ. સંપાદિત સટીક આયારાંગ સૂત્ર, પ્રસ્તાવના, પૃ૮. ૩. પૂજ્ય જંબૂવિજયજી મહારાજે કરેલ સ્પષ્ટતા આ २६
SR No.032460
Book TitleAcharang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri, Yashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages496
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy