SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય પરમ પૂજ્ય સિદ્ધાંત મહોદધિ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પણ આ બાળકની ચેષ્ટા જોઈ દેવલોકની અટારીએથી મરક મરક હસતાં હસતાં આશીર્વાદ મોકલાવતા હશે. પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર, સર્વાધિકશ્રમણસમુદાયાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાએ આગમ સંશોધન અંગે પાવન અનુજ્ઞા, આશીર્વાદ આપી પોતાના અતિવિશુદ્ધ પુણ્ય દ્વારા વામન કદના માનવી પાસે વિરાટ કાર્ય કરાવડાવ્યું છે. પરમ પૂજ્ય ન્યાયમૂર્ચાલસરસ્વતી, તર્કસાહિત્યનિપુણમતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજાના સતત વાત્સલ્યમય સાન્નિધ્યએ, પળે પળે અમૂલ્ય માર્ગદર્શન તથા કેટલાંક દુર્ગમ સ્થાનોના સચોટ સમાધાને પ્રસ્તુત પ્રકાશનને સવૉગીણ રીતે પરિપૂર્ણ બનાવવામાં અમૂલ્ય સિંહફાળો આપ્યો છે. પરમ કૃપાળુ પુનાજિલ્લોદ્ધારક, પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક, પંન્યાસપ્રવર દાદાગુરૂદેવશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજાના પણ સ્નેહાળ આશીર્વાદ તથા વાત્સલ્યના પીયષપાનથી મ માટે આ અશક્ય કાર્ય પણ શક્ય બન્યું છે. પ્રસ્તુત ગ્રંથનું સંપૂર્ણ શ્રેય જો કોઈને પ્રાપ્ત થતું હોય તો તે છે પરમ પૂજ્ય ભવોદધિતારક, લઘુ- લઘુહરિભદ્ર, પરમ કૃપાળુ ગુરૂદેવશ્રી પંન્યાસપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા. તેમણે આ પંગુને એવરેસ્ટ સર કરવાની આજ્ઞા કરી. માત્ર આજ્ઞા આપવાથી અટક્યા નથી. પરંતુ પોતાના આશીર્વાદનું, કૃપાનું જોમ પણ પગમાં આપ્યું. કયાંક ચાલવાની હામ ન રહે તો ખભે ઉંચકીને શિખર સુધી પહોંચાડવાની અપ્રતિમ સહાય પણ કરી છે. તેઓશ્રીના આ ઉપકારોના દેવામાંથી મુક્ત થવાનો માર્ગ મને કોઈ બતાવે?. મારા સંસારી માતુશ્રી નંદિનીબેન તથા પિતાશ્રી જયંતભાઈને પણ આ મંગલઘડીએ યાદ કરવા ઈચ્છું છું. તેઓના પણ ધાર્મિક પ્રેરણાદાયક પ્રોત્સાહન, અનુભવી માર્ગદર્શન મારા જીવનની અંતરંગ મૂડી બની રહ્યા છે. આગમ-સંશોધન ક્ષેત્રના દિગ્ગજ પરમ પૂજ્ય આગમપ્રજ્ઞ મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજાને પણ આ મંગલ અવસરે કેમ ભૂલી શકાય ? તેઓશ્રીએ આચારાંગ ટીકાનું પુન: સંપાદન કરવાની પાવન અનુજ્ઞા આપી, તે માટે જોઈતી તમામ સામગ્રી ઉપલબ્ધ કરાવી ઉપકારશૃંખલામાં વધારો કર્યો છે. મારું અત્યંત દુર્ભાગ્ય છે કે આ ક્ષેત્રમાં તેમના પ્રદીર્ઘ અનુભવનો લાભ મને મળી શક્યો નહીં. પરમ પૂજ્ય વાત્સલ્યવારિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય વડીલગુરૂતુલ્ય પંન્યાસપ્રવર શ્રી અજયસાગરજી મહારાજાએ પણ ડગલે ને પગલે પોતાના અનુભવોનું, પોતાની પાસે રહેલ સામગ્રીનું નિ:સ્વાર્થભાવે આદાન કરી મને અધિક
SR No.032460
Book TitleAcharang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri, Yashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages496
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy