SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વાળતો હોય તેના જેવી છે. આનંદધન તો કહે છે કે જે માનવી આ મેળાપી સાથે અંતર રાખે છે તે માનવી નહીં, પણ પથ્થર છે. મનમેલુ’ને મળવાની અકળામણ એટલી બધી છે કે મીરાંએ જેમ લોકલાજ છોડી હતી એ જ રીતે આનંદધન પણ એ પતિને મેળવવા માટે મોટાંઓની મર્યાદા ત્યજીને બારણો ઊભા રહી રાહ જુએ છે એના વિના ઝૂર્યા કરે છે, આંખો જે વાટ પરથી પતિ આવવાનો છે તેની ઉપર મંડાયેલી છે. શરીર પરનાં વસ્ત્ર કે આભૂષણ સહેજે ગમતાં નથી. કીમતી ઝવેરાત ઝેર જેવાં લાગે છે. આ અંતરના તાપને કોઈ વૈદ્ય મટાડી શકે તેવો નથી. સાસુ એક શ્વાસોચ્છવાસ જેટલો કાળ પણ વિશ્વાસ રાખતી નથી અને લાજ વગરની તૃષ્ણા - નણંદ સવારથી લડ્યા કરે છે. આ તનની વેદનાને તો હવે આનંદધનના અમૃતનો વરસાદ થાય તો જ ટાઢક વળે એમ છે. “સાસ વિસાસ ઉસાસ ન રાખે નણદીની ગોરી ભોરી લરીરી ઓર તબીબ ન તપતિ બુઝાવે, આનંદધને પીયુષ ઝરીરી.” | (“આનંદધનનાં પદો', ભાગ ૧, પૃ. ૪૯૯) પહેલાં બીજાની વિરહવેદનાનો પોતે ઉપહાસ કરતી હતી, પણ જ્યારે પોતાને એ વિરહવેદનાનાં બાણ વાગ્યાં ત્યારે ખબર પડી કે આની પીડા કેટલી આકરી હોય છે ! આખા શરીરમાં શૂળની વેદના ભોંકાય છે, મન તો આ વિરહથી સતત ઓળવાતું રહે છે. આ વિદારક અનુભળ પછી હવે હું જ સહુને કહું છું કે કોઈ પ્રીત ન કરશો. “હસતી તબ હું વિરાનીયા, દેખી તન મન છીજ્યો હો; સમજી તબ ખેતી કહી, કોઈ નેહ ન કીયો હો.” મીરાં જેવી ભાવની દીપ્તિ અને વ્યથાની ચોટ આનંદધનનાં આ પદોમાં દેખાય છે. હોળી તો ફાગણ માસમાં આવે છે, પણ કવિ ૧૩. જેનસાહિત્ય “જ્ઞાનસત્ર-૪ જ્ઞાનધારા
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy