SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મીરાંની પ્રેમલક્ષણા ભક્તિનું સ્વયંભૂ ઝરણું પ્રગટ થયું, તે જ ભૂમિ તપસ્વી આનંદધનની કર્મભૂમિ બની. અહીં મીરાં અને આનંદધનના પદ-સાહિત્યની તુલના કરવાનો ઉપક્રમ રાખ્યો છે. આ બંને સંતોના પદો સ્વયંસ્ફુરિત છે, ક્યાંય સહેજે આયાસ માલૂમ પડતો નથી. મીરાંએ ભક્તિ અને આનંદધનને યોગના રહસ્યને આત્મસાત્ કર્યું છે અને એ પછી બંનેએ અંતરના નિગૂઢ ભાવોને પ્રારણામય ઉલ્લાસથી ભાવવાહી વાણીમાં અભિવ્યક્ત કર્યા અથવા અભિવ્યક્ત થઈ ગયા એમ કહેવું વધુ યોગ્ય ગણાશે. મીરાંને માટે કૃષ્ણભક્તિ જેવી સ્વાભાવિક હતી એ જ રીતે આનંદધનજીને માટે યોગ એ ચર્ચા કે અભ્યાસનો નહીં, પણ અનુભવમાં ઊતરેલો વિષય હતો. આથી તેઓ યોગ અને આધ્યાત્મિક તત્ત્વોને રસિક અને ઉત્કટ વાણીમાં પોતાની કવિતામાં ઉતારી શક્યા છે. મીરાંની માફક આનંદધનનાં પદોમાં અનુભૂતિ અને અભિવ્યક્તિ બંનેની વેધકતા પ્રતીત થાય છે. વિરહિણી મીરાં પિયામિલન માટે ઝૂરતાં, અકળાતાં અને તરફડતાં વિરહના આંસુ સાર્યા છે. મીરાંનું વિરહગાન તે મીરાંનું જ, અન્ય કોઈ એની તોલે ન આવે. એનો વિરહ એ કોઈ આતુર ભક્તનો વિરહ નથી, પણ પ્રેમવિહ્વળ વિરહિણીની વેદનાભરી ચીસ છે. કોઈ અન્યનું વિરહગાન એ ગાતી નથી, પણ પ્રેમની વેદી પર સર્વસ્વ સમર્પણ કરી ચૂકેલી નારીની રીતે કૃષ્ણવિરહની વેદના ઠાલવે છે. “મેં વિરહણી બૈઠી જાગ્યું, જગત સબ સોવે રી આલી"... વિરહની એ પીડા આનંદધનજીએ એટલી જ તીવ્રતાથી અને તલસાટભરી રીતે વ્યક્ત કરી છે. મીરાં ગિરધર નાગર'ને માટે તલસે છે, તો આનંદધન પોતાના ‘મનમેલુ'ની રાહ જોતાં વિચારે છે “મુને મારો કબ મિલશે મનમેલુ, મનમેલુ વિણ કેલિન કલીએ, વાલે કવલ કોઈ વેલું.” (આનંદધનનાં પદો', ભાગ ૧, પૃ. ૨૭૮) મનના મેળાપી વિનાની રમત એ કોઈ મૂર્ખ રેતીના કોળિયા ૧૨ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪ જ્ઞાનધારા
SR No.032452
Book TitleGyandhara 04
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2009
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy