________________
અણુબોમ્બની જુદી જુદી શક્તિઓ માપવા માટે આ પ્રયોગો થતા હોય છે. એક બોમ્બ એવો હોય કે જેના ૬૫ ટકા શક્તિ ધડાકા (Blast) માં જતી રહે, ૨૦ ટકા જેટલી શક્તિ વપરાય. હવે બીજો બોમ્બ એવો હોય કે ધડાકામાં માત્ર ૨૦ ટકા જેટલી શક્તિ વપરાય અને રેડિયો એક્ટીવ કિરણોમાં ૮૦ ટકા હોય. આમ એક બોમ્બમાં માણસ મરે તેવો આશય રખાય છે એણે બીજા બોમ્બમાં માણસ ઓછો મરે, પણ મિલકતનો પૂરો નાશ થાય એવો ઇરાદો હોય છે. આજના જગતને સંહારમાં જ નહીં, પરંતુ જુદા જુદા પ્રકારના સંહારમાં રસ છે. પત્રકાર આધુનિક સંદર્ભમાં વિચારીને અહિંસાના સિદ્ધાંત દ્વારા સંહાર અટકાવવાનો આગ્રહ રાખશે. આમાં જૈનધર્મની અહિંસાની વિભાવના દ્વારા વાત રજૂ થવી જોઇએ. વર્તમાન સમયમાં હિંસા અને જાતીયતાને સમૂહમાધ્યમોએ બહેકાવી દીધા છે, જૈન પત્રકાર આની સામે અહિંસા અને સયંમ-જીવનની વાત મૂકીને આજના વિશ્વને અધઃપતનમાંથી ઉગારવાનો પ્રયત્ન કરશે.
આજના જૈન પત્રકારત્વમાં વર્તમાન પ્રવાહોને ધર્મસંસ્કારની દષ્ટિથી મૂલવવાનો અભિગમ હોવો જરૂરી છે. આને હું એપ્લાઇડ રિલિજિયન’ (Applied religion) કહીશ. આ એક એવી ફૂટપટ્ટી છે કે જેનાથી તમે કપડુંમાપી શકશો અને કાગળ પણ માપી શકશો. માત્ર સવાલ એ ફૂટપટ્ટીના ઉપયોગનો છે. એને યોગ્ય સંદર્ભમાં રજૂ કરવાની દષ્ટિનો છે. આપણા દર્શન અને ગ્રંથોમાં બધી જ બાબતોનો સમાવેશ થયેલો છે, પરંતુ એને વર્તમાન સંજોગોમાંસમજવાની ચાવી તમારી પાસે હોવી જોઇએ. આજે પશ્ચિમના વિચારકોએ માનવજીવનને Huil SZAI HIÈRAS 211 HIV - 'The less I have, the more I am' 211 જ વિચારને લક્ષમાં રાખીને જૈન ધર્મમાં આલેખેલી અપરિગ્રહની ભાવનાની મહત્તા બતાવી શકીએ.
આર્યોની સંસ્કૃતિમાં ગાયને પવિત્ર ગણીને એને માતા કહેવામાં આવી હતી. આજે આધુનિક અર્થમાં ગાય માનવજાતની માતા છે તે આપણે
જ્ઞાનધારા-૧
૧૯૦
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e