SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ધરતી ઘણઘણી ઊઠશે. રાજાઓના દિલ થરથરશે અને એમનાં સિંહાસનો ડોલવા માંડશે.પ્રજાકલ્યાણના નવા યજ્ઞો અમે વર્તમાનપત્રોનાં કાર્યાલયોમાં માંડીશું. શ્રી અમૃતલાલશેઠે દેશી રજવાડાઓમાં રાજાઓની જોહુકમી અને પ્રજાના શોષણનો ચિતાર મેળવવા જાનની બાજી લગાવી હતી. વેશ બદલીને છેક રજવાડાઓનાં અંત:પુર સુધી પહોંચીને તેઓ સાચી હકીકતો મેળવી લાવતા હતા. શ્રી અમૃતલાલ શેઠ, શ્રી સામળદાસ ગાંધી અને શ્રીકકલભાઇ કોઠારીએ સૌરાષ્ટ્રની પ્રજાની જનજાગૃતિ માટે અખબારો શરૂ કર્યા અને સક્રિય રીતે સત્યને પડખે ઊભા રહ્યા. આજના એક્ટિવિસ્ટ પત્રકારો કલમથી વિરોધ પ્રગટ કરે છે અને પછી એ પ્રશ્નોનો ભોગ બનનારાઓને કલમથી સાથ પણ આપે છે. જૈન પત્રકાર પાસે આવી સક્રિયતા કે ક્રિયાશીલતા હોવી જોઇએ. પત્રકારત્વ વ્રત બનવું જોઇએ, વૃત્તિ નહિ. એણે પોતાની કલમથી અનિષ્ટોને પ્રગટ કરવાનાં છે અને પોતાના પુરુષાર્થથી એને દેશવાટો આપવાનો છે. આવા પત્રકારે અંધ રૂઢિચુસ્તોનો કે સંકુચિત સંપ્રદાયવાદીઓનો સામનો કરવા માટે નૈતિક હિંમત દાખવવી જોઇએ. ઘણીવાર પત્રકારના સ્વતંત્ર અવાજને હિંસાત્મક કે આક્રમક હુમલાઓ દ્વારા કે ખર્ચાળ અદાલતો મારફતે ગૂંગળાવવાની કોશિશ થાય છે. ક્યારેક જૈન પત્રો એરટાઇટ કમ્પાર્ટમેન્ટ જેવાં લાગે છે. ક્યાંક માત્ર સમાચાર હોય છે, તો ક્યાંક ફક્ત અહોભાવયુક્ત લખાણો હોય છે. આને બદલે પૃથક્કરણાત્મક અભિગમ અપનાવવાની જરૂર છે. ક્યારેક વૈજ્ઞાનિક દષ્ટિકોણનો અભાવ લાગે છે અને એથીય વિશેષ મૌલિક અર્થઘટનની અછત દેખાય છે. જેમકે ભૂગર્ભમાં અણુધડાકાઓ થતા રહે છે. અખબારમાં વાંચીએ છીએ કે ભૂગર્ભમાં ચારસોમો ઍટમબોમ્બ ફોડવામાં આવ્યો. આ સમયે એવો સવાલ જાગવો જોઇએ કે ભૂગર્ભમાં આટલા બધા અણુવિસ્ફોટ કરવાની જરૂર શી ? એકનો એક પ્રયોગ વારંવાર શા માટે ? હકીકત એવી છે કે =જ્ઞાનધારા-૧= Y૧૮૯ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy