SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શાવી શકીએ. ગાય છાણ આપે, જેમાંથી ખાતર થાય અને બળતણ પણ મળે. ગાય દૂધ આપે જેનાથી માનવજાતનું પોષણ થાય. વળી એનો બળદ ખેતીકામમાં અને ગાડામાં વપરાય. આ રીતે મનુષ્ય જાતિપર ગાયે અનેકધા ઉપકાર કર્યા છે. માનવજાતને ગાયથી જે લાભ થાય છે. તેના વિકલ્પો આજે પણ ખર્ચાળ અને પરવડે નહિ તેવા છે. આમધર્મપૂત દષ્ટિ ધરાવતા પત્રકારે આ વાત પ્રગટ કરવી જોઇએ. પ્રત્યેક વિષયનો સંદર્ભ ધર્મ સાથે સાંકળવામાં આવે તો એ સામયિક બીજ પત્રો જેટલું રસપ્રદ અને અધતન બની શકે. ગુજરાતમાં એની જીવાદોરી સમી નર્મદા યોજનાની ઠેર ઠેર ચર્ચા ચાલે છે. આ સમયે જૈન પત્રકાર એ તરફ પણ દષ્ટિ દોડાવશે કે આમાં પશુ-પક્ષી ડુબી જાય નહિ તે માટે એનું કઇ રીતે સ્થળાંતર થઇ શકે ? આવી જ રીતે એ તીર્થસ્થાનોને હરિયાળા બનાવવાની પ્રવૃત્તિ કે પાંજરાપોળને સ્વનિર્ભર બનાવવાની કામગીરી સમાજ સમક્ષ ધરશે. આવું જૈનદષ્ટિનું અર્થઘટન વાંચવાની જૈનેતરને પણ જિજ્ઞાસા રહેશે. આજના પત્રકારત્વમાં બે તરાહ સ્પષ્ટપણે જોવા મળે છે. એક પ્રકાર એવો છે કે આજે સમાજમાં જે કંઇ ચાલી રહ્યું છે તે ચીલાચાલુ બાબતોને વફાદાર હોય છે. તેઓ પરંપરા કે રૂઢિની દષ્ટિથી પણ ક્યારેક પ્રશ્નને જોતા હોય છે. આવા પત્રકારોને આપણે 'કન્ફર્મિસ્ટ” (Confirmist) કહીશું. જ્યારે પત્રકારત્વનો બૌજો પ્રકાર તે મૌલિક અર્થઘટનનો છે. આવાં અર્થઘટન ચર્ચા કે વિવાદ જગાડે છે, પરંતુ આવા વિવાદથી ડરવાની કોઇ જરૂર નથી. હકીકતમાં તે વિવાદ થાય તે જ આ અર્થઘટનનો હેતુ હોય છે. ભવિષ્યમાં જૈન પત્રકારત્વે તટસ્થ પ્રશ્નોને પણ પોતાની વિચારએરણ પર ચડાવવા પડશે. બિહારના જમીનમાલિકોએ ભૂમિસેના રચીને હરિજનોની નિર્દય હત્યા કરી. આ સમાચારો અને એમાં થતાં નિર્દયી શોષણને પણ પત્રમાં સ્થાન મળવું જોઇએ. જ્યારે આજના આપણાં મોટાભાગનાં પત્રો માત્ર સમાચાર અને તે પણ પોતાની આસપાસનાં મંડળના જ્ઞાનધારા-૧F ૧૯૧ – જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E
SR No.032449
Book TitleGyandhara 01
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy