________________
અણગારનાં અજવાળા ] આચાર્ય તુલસી હતા. પ્રવર્તમાન આચાર્ય પૂ. મહાપ્રજ્ઞજી છે. પ્રમુખ સાધ્વી કનકપ્રભાજી છે. સંગઠન અને મર્યાદા મહોત્સવ આ સંપ્રદાયની વિશિષ્ટતા
પૂ. ધર્મદાસજીની ત્રીજી પાટે જયમલ્લજી મહારાજ થઈ ગયા. યુવાચાર્ય મિશ્રીમલજી મહારાજ (મધુકર)ના સંપ્રદાયમાં પ્રમુખ સાધ્વી પૂ. ઉમરાવકુંવરજી છે. પૂ. ધર્મદાસજીની મેવાડ-પરંપરાના વર્તમાન શ્રમણસંઘના મહામંત્રી શ્રી સૌભાગ્યમુનિ કુમુદ છે.
પૂ. ધર્મદાસજી મહારાજના બાવીશ શિષ્યોમાં પૂ. પંચાણજી મહારાજ સારેવતી પરંપરામાં પૂ. ડુંગરશીસ્વામી થયા, જેનો સંપ્રદાય ગોંડલ સંપ્રદાયના નામે પ્રસિદ્ધ થયો. પૂ. ધર્મદાસજી મહારાજના બીજા પ્રમુખ શિષ્ય ગુલાબચંદજી મહારાજની શિષ્યપરંપરામાં પૂ. બાલજી, પૂ. નાગજી, પૂ. મૂલજી, પૂ. દેવચંદ્રજી, પૂ. મેઘરાજ, પૂ. સંઘજી આદિ સંતોનો સાયણ સંપ્રદાય થયો; જેમાં પૂ. બલભદ્રમુનિ અને પૂ. રેખચંદજી મ.સા.નો સમાવેશ થાય છે.
પૂ. મૂળચંદજી મહારાજની પરંપરામાં ચૂડા સંપ્રદાય થયો.
પૂ. મૂળચંદજી મ.સા.ના પાંચમાં શિષ્ય પૂ. વિઠ્ઠલજી સ્વામીથી ધ્રાંગધ્રા સંપ્રદાય ઉદયમાં આવ્યો.
પૂ. વિઠ્ઠલજી સ્વામીના શિષ્ય પૂ. ભૂખણજી અને પૂ. વશરામજી સ્વામી થયા. તેમના શિષ્ય પૂ. જસાજી બોટાદ પધાર્યા. આ સંપ્રદાયમાં પૂ. અમરચંદજી અને પૂ. માણેકચંદજી થયા. આ પાટપર પૂ. નવીનમુનિ આચાર્ય થયા. પૂ. અમીચંદજી, પૂ. શૈલેશમુનિ, પૂ. હિતેષમુનિ આદિ સંતો . પૂ. ચંપાબાઈ મહાસતીજી પૂ. સવિતાબાઈ મ., પૂ. મધુબાઈ મ., પૂ. અરૂણાબાઈ મ. આદિ સાધ્વીવૃંદ છે.
પૂ. મૂળચંદજી મ.સા. ના છઠ્ઠા શિષ્ય પૂ. બનાજી મહારાજથી બરવાળા સંપ્રદાયની સ્થાપના થઈ.
વર્તમાનમાં પૂ. ચંપકમુનિજીના શિષ્ય પૂ. સરદારમુનિ, પૂ. પારસમુનિ, તરુણમુનિ આદિ સંતો છે.