SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મિશ્રગુણઠાણે કોઈપણ જીવ વૈક્રિયલબ્ધિ ફોરવતા નથી. તેથી વૈવતિ પંચના ઉદયસ્થાનો અને વૈમનુષ્યના ઉદયસ્થાનો ઘટતા નથી અને દેવને ૩૦નું ઉદયસ્થાન ઘટતું નથી. એટલે સાતિપંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય દેવને ર૯નું એક જ ઉદયસ્થાન હોય છે. અને નારકને ૨૯નું એક જ ઉદયસ્થાન હોય છે. તેથી મિશ્રગુણઠાણે ૨૯/૩૦/૩૧ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગામિશ્રગુણઠાણે સાતિપંચ૦ના ૩૦ના ઉદયના -૧૧૫ર ભાંગા, ૩૧ના ઉદયના ૧૧૫ર ભાંગા, સામાન્ય મનુષ્યના-૩૦ના ઉદયના ૧૧પર ભાંગા, દેવના-૨૯ના ઉદયના .............૮ ભાંગા, અને નારકનો-૨૯ના ઉદયનો ...૧ ભાંગો કુલ ૩૪૬૫ ભાંગા ઘટે છે. સમ્યકત્વગુણઠાણે ઉદયસ્થાનઃ સિદ્ધાંતના મતે ક્ષયોપશમસમ્યક્ત્વી સંજ્ઞી તિર્યંચમાં, મનુષ્યમાં, દેવમાં અને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે એટલે સમ્યકત્વગુણઠાણુ ચારે ગતિના લબ્ધિ-પર્યાપ્તા સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. (૫૬) જે દેવ ઉત્તરવૈ૦ શરીર કર્યા પછી ઉપશમસમ્યકત્વને પ્રાપ્ત કરીને સાસ્વાદન ગુણઠાણે આવે છે તે ઉ0વૈશરીરીદેવને સાસ્વાદનગુણઠાણે ૨૯ + ઉદ્યોત = ૩૦નું ઉદયસ્થાન હોય છે. A સપ્તતિકાભાષ્યમાં કહ્યું છે કે, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (અયુગલિક) તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ હોતું નથી. યુગલિકતિર્યંચને જ અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ હોય છે એ મતાનુસારે સાવતિના ૨૩૫ર ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૨૮) ૩૦૫
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy