SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ द्वा एको मास: पक्षः सञ्चलनत्रिके पुंस्यष्टौ वर्षाणि । शेषाणामुत्कृष्टात् मिथ्यात्वस्थित्या यद् लब्धं ॥ ३६॥ ગાથાર્થ - સંવલોભ, અંતરાય-૫, જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪ એ-૧૫ પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ અંતર્મુહૂર્ત થાય છે. યશનામ અને ઉચ્ચગોત્રનો જઘન્યસ્થિતિબંધ-૮ મુહૂર્ત થાય છે અને શાતા વેદનીયનો જઘન્યસ્થિતિબંધ ૧૨ મુહૂર્ત થાય છે. સંક્રોધનો જળસ્થિતિબંધ ૨ માસ થાય છે. સંવમાનનો જ સ્થિતિબંધ ૧ માસ થાય છે. સં૦માયાનો જ સ્થિતિબંધ-૧૫ દિવસ થાય છે અને પુત્રવેદનો જ સ્થિતિબંધ-૮ વર્ષ થાય છે. બાકીની પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિથી ભાગતાં જે પ્રાપ્ત થાય છે. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવાથી જઘન્યસ્થિતિબંધ આવે છે. વિવેચન - ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના છેલ્લા સમયે સં૦લોભનો અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્યસ્થિતિબંધ થાય છે અને ૧૦મા ગુણઠાણાના છેલ્લા સમયે જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એ ૧૪ પ્રકૃતિનો અંતર્મુહૂર્ત, યશનામ-ઉચ્ચગોત્રનો ૮ મુહૂર્ત અને શાતાવેદનીયનો ૧૨ મુહૂર્ત પ્રમાણ જઘન્યસ્થિતિબંધ થાય છે. ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણામાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે સંક્રોધનો ૨ માસ, સંવમાનનો ૧ માસ, સં૦માયાનો ૧૫ દિવસ અને પુરુષવેદનો ૮ વર્ષ પ્રમાણ જઘન્યસ્થિતિબંધ થાય છે. ગાથાનં૦ ૩૩માં જિનનામાદિ- ૩ પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ કહ્યો. ગાથાનં૦૩૫માં સંજ્વલન લોભાદિ-૧૮ પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ કહ્યો. ગાથાનં૦૩૬માં સંજવલન ક્રોધાદિ- ૪ પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ કહ્યો. ગાથાનં૦૩૮માં આયુ-૪વૈ૦ષક=૧૦ પ્રકૃતિનો જ સ્થિતિબંધ કહેવાના છે. એ કુલ-૩૫ પ્રકૃતિ વિના બાકીની ૮૫+૧૬ વર્ણાદિ=૧૦૧નો જઘન્યસ્થિતિબંધ નીચેના નિયમ મુજબ જાણવો.
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy