________________
વિપાકોદયના હેતુ :
2 અધુવોદયી પ્રકૃતિનો વિપાકોદય નિમિત્તકારણની અપેક્ષા રાખે છે. - તે નિમિત્તો મુખ્ય - ૫ છે. (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ અને (૫) ભવ.......
(૧) શીખંડ વધુ ખાવાથી ઊંઘ વધુ આવે છે તેથી શીખંડ નામનું દ્રવ્ય નિદ્રાદર્શનાવરણીકર્મના વિપાકોદયમાં નિમિત્ત બને છે. તથા લીલોતરી ખાવાથી વિકાર ઉત્પન્ન થાય છે તેથી લીલોતરી રાગાદિમોહનીયકર્મના વિપાકોદયમાં નિમિત્ત બને છે.
| (૨) સિદ્ધાચલાદિ તીર્થભૂમિમાં શુભપરિણામ ઉત્પન્ન થવાથી પુણ્યકર્મનો ઉદય થાય છે તેથી કર્મના વિપાકોદયમાં ક્ષેત્ર પણ નિમિત્ત બને છે.
(૩) અમુક ઋતુમાં શાતાનો વિપાકોદય થાય છે અને અમુક ઋતુમાં અશાતાનો વિપાકોદય થાય છે. તથા હુંડા અવસર્પિણી કાળની કર્મના ઉદય પર અસર થાય છે. તેથી દીક્ષા, પ્રતિષ્ઠાદિ મહોત્સવ કે ચાતુર્માસાદિના પ્રવેશમાં શુભમુહૂર્ત (શુભકાળ) જોવાનું વિધાન છે. એટલે કર્મના વિપાકોદયમાં કાળ પણ નિમિત બને છે.
(૪) શુભાશુભભાવો પોતાના કર્મોદયમાં અને બીજાના કર્મોદયમાં પણ નિમિત બને છે. જેમ કે, (1) તીર્થંકરાદિ મહાપુરૂષોના શુભભાવથી અનેક જીવોના ઘાતી-અઘાતી કર્મના ઉદયમાં ઘણો ફેરફાર થઈ જાય છે. (2) ઘરમાં એક વ્યક્તિ પુણ્યશાળી હોય, તો તેના પુણ્ય પ્રભાવે ઘરના સર્વે લોકો સુખને અનુભવે છે અને એક વ્યક્તિ પાપી હોય, તો ઘરના સર્વે લોકો દુ:ખને અનુભવે છે. એટલે કર્મના વિપાકોદયમાં ભાવ પણ નિમિત્ત બને છે.
(૫) ભવના હાથમાં જ બધા કર્મના વિપાકોદયની ચાવી છે. ભવ બદલાતાં જ શુભાશુભકર્મના વિપાકોદયમાં ઘણો ફેરફાર થઈ જાય છે. એટલે વિપાકોદયમાં પ્રબળ નિમિત્તકારણ ભવ છે. જેમ કે, જીવ મનુષ્યભવમાંથી નરકમાં જાય છે ત્યારે શુભકર્મપ્રકૃતિનો વિપાકોદય અટકીને, અશુભકર્મપ્રકૃતિનો વિપાકોદય શરૂ થઈ જાય છે.
૪૫
F///