________________
એ પ્રમાણે, જ્યારે જે કર્મને દ્રવ્યાદિ નિમિત્તો અનુકૂળ મલી જાય છે ત્યારે તે કર્મ સ્વરૂપે (વિપાકથી) ફળનો અનુભવ કરાવે છે. એટલે કર્મના વિપાકોદયના હેતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ કહ્યાં છે. ભવહેતુથી વિપાકોદયમાં પલટો :
માણસ-૩ મનુષ્યભવમાં મનુષ્યગતિ, પંચેઈજાતિ, ઔદારિકદ્ધિક છેવટું, હુંડક, શુભ-અશુભ વિહાયોગતિમાંથી-૧, ત્રણચતુષ્ક, સુભગદુર્ભાગમાંથી-૧, સુસ્વર-દુ:સ્વરમાંથી-૧, આદય-અનાદેયમાંથી-૧, યશઅશમાંથી-૧, પરાઘાત, ઉપઘાત, શ્વાસોચ્છવાસ, (નામકર્મની-૧૮) ક્રોધાદિ-૪ કષાયમાંથી કોઈપણ-૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે હાસ્ય-રતિ અને શોક-અરતિ એ બે યુગલમાંથી-૧, પુરુષવેદ, (મોહનીયકર્મની-૭) શાતા-અશાતામાંથી-૧, મનુષ્યાય, ઉચ્ચગોત્ર...... એ કુલ ૨૮ + ૨૭ ધ્રુવોદયી = ૫૫ પ્રકૃતિનું એક-એક સમયે ક્રમશ: એક-એક નિષેકમાં રહેલુ કમંદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે અને બાકીની અનુદયવતી પ્રકૃતિનું એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મદલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. અસત્કલ્પનાથી.... દેવગતિ-મનુષ્યગતિની અંતઃ કોકોસા) = ૨૪૦ સમય
| માનવામાં આવે, તો.... ચિત્રનં.૧૨માં બતાવ્યા મુજબ માણસ-૩ મનુષ્યગતિની અંતઃકો૦કો સાવ = ૨૪૦ સમયની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્ત પ્રથમનિષેકનું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. તે જ સમયે અનુદયવતી દેવાદિ-૩ગતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક ઉદયવતી મનુષ્યગતિના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. ૬. એક જીવને એક સમયે ક્રોધાદિ-૪ કષાયમાંથી કોઈપણ એક જ કષાયનો ઉદય હોય છે. પણ જ્યારે જે કષાયનો ઉદય હોય, ત્યારે મિથ્યાદૃષ્ટિને તે કષાય અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એ ચારે પ્રકારે હોય છે. જેમ કે, જ્યારે મિથ્યાષ્ટિને ક્રોધનો ઉદય હોય ત્યારે અનંઇક્રોધ, અપ્રત્યાક્રોધ, પ્રત્યા,ક્રોધ અને સંજવલનક્રોધ.... એ ચારે ક્રોધનો એકી સાથે ઉદય હોય છે. તે વખતે બાકીના-૧૨ કષાયનો પ્રદેશોદય હોય છે.
૪૬