________________
વેગથી ચક્રની ગતિ ચાલુ રહે છે. તેમ અયોગીકેવળીભગવંત જ્યારે સર્વકર્મનો ક્ષય કરે છે ત્યારે યોગનો અભાવ હોવા છતાં પણ અનાદિકાળથી યોગના કારણે આત્મામાં ગતિ કરવાના સંસ્કાર પડી ગયેલા હોવાથી આત્મા ઉર્ધ્વગતિ કરીને લોકાન્તે પહોંચીને અટકી જાય છે.
* સંસારી જીવ કર્મથી (પુદ્ગલદ્રવ્યથી) લેપાયેલો છે. તેથી તેને કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે. પણ જ્યારે કર્મનો લેપ દૂર થઈ જાય છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ ઉર્ધ્વગતિ કરે છે. જેમ તુંબડાનો સ્વભાવ પાણીમાં ડૂબવાનો ન હોવા છતાં, તેને માટીનો લેપ કરીને પાણીમાં નાખવામાં આવે, તો તે પાણીમાં ડૂબી જાય છે. પણ થોડીવારમાં જ પાણીથી માટીનો લેપ ધોવાઈ જતાં, તે તુંબડુ પાણીની ઉપર આવીને અટકી જાય છે. તેમ સંસારી જીવ કર્મપુદ્ગલથી લેપાયેલો હોવાથી સંસારસાગરમાં ડૂબી ગયેલો છે પણ જ્યારે કર્મોનો લેપ દૂર થઈ જાય છે ત્યારે તે સંસારમાંથી બહાર નીકળીને લોકાન્તે આવીને અટકી જાય છે.
* સંસારી જીવને કર્મનું બંધન હોવાથી, જીવને કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે પણ જ્યારે કર્મનું બંધન તૂટી જાય છે ત્યારે તે આત્મા ઉર્ધ્વગતિ જ કરે છે. જેમ એરંડાનું ફળ પાકી ગયા પછી તેનું ઉપરનું પડ સુકાઈ જવાથી ફાટી જાય છે, તે વખતે એરંડાનું બીજ એકદમ ઉપ૨ ઉછળે છે. તેમ સંસારી જીવને જ્યારે કર્મનું બંધન તૂટી જાય છે ત્યારે તે એરંડાના બીજની જેમ ઉર્ધ્વગતિથી એક જ સમયમાં લોકાન્તે પહોંચી જાય છે.
* ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાંથી જીવ અને પુદ્ગલ એ બન્ને દ્રવ્યોનો ગતિ કરવાનો સ્વભાવ છે. તેમાં આત્માનો ઉર્ધ્વગતિ કરવાનો સ્વભાવ છે. તેથી સર્વકર્મોનો ક્ષય થતાંની સાથે જ આત્મા પોતાના સ્વભાવ મુજબ જ ઉર્ધ્વગતિથી લોકાન્તે પહોંચી જાય છે.
પ્રશ્ન : (૭૫) મોક્ષમાં ગયેલા જીવો ફરી પાછા સંસારમાં આવતા ન હોવાથી કાલાન્તરે ભવ્યજીવ સંસારમાં નહીં હોય ને ? જવાબ ઃ- શાસ્ત્રમાં કહ્યું છે કે, લોકમાં અસંખ્યનિગોદના ગોળા છે. એક-એક ગોળામાં અસંખ્યનિગોદ છે. તેમાંથી એક નિગોદના અનંતમા ભાગ જેટલા જ જીવો મોક્ષમાં ગયેલા છે અને ભવિષ્યમાં પણ અનંતજીવો મોક્ષમાં જશે. તે સર્વેને એકઠાં કરતા પણ એક નિગોદના અનંતમા ભાગથી વધારે નહીં હોય.
૨૫૩