SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દષ્ટ એ ત્રણ ગુણઠાણા સંજ્ઞીપંચેન્દ્રિયપર્યાપ્તાજીવો૧ જ પ્રાપ્ત કરી શકે છે. (૫) દેશવિરતિગુણઠાણુ સંખ્યાતવર્ષના આયુષ્યવાળા સંશી પર્યાપ્તાતિર્યંચો અને મનુષ્યો” જ પ્રાપ્ત કરી શકે છે. (૬) ૬ થી ૧૪ સુધીના ગુણઠાણા “સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યો” જ પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન : (૭૩) કયા ગુણઠાણે કયા કર્મોનો ક્ષય થવાથી કયો ગુણ પ્રાપ્ત થાય છે ? જવાબ :- ૪ થી ૭ ગુણઠાણે દર્શનસપ્તકનો ક્ષય થવાથી “ક્ષાયિકસમ્યક્ત્વ” પ્રાપ્ત થાય છે. ૧૦મા ગુણઠાણે ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થવાથી “ક્ષાયિકભાવનું યથાખ્યાતચારિત્ર” (વીતરાગતા) પ્રાપ્ત થાય છે. ૧૨મા ગુણઠાણે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થવાથી “કેવળજ્ઞાન” પ્રાપ્ત થાય છે. દર્શનાવરણીયકર્મનો ક્ષય થવાથી કેવળદર્શન” પ્રાપ્ત થાય છે અને અંતરાયકર્મનો ક્ષય થવાથી “અનંતવીર્ય” (ક્ષાયિકભાવની દાનાદિ પાંચ લબ્ધિ) પ્રાપ્ત થાય છે. ૧૪મા ગુણઠાણે વેદનીયકર્મનો ક્ષય થવાથી “અવ્યાબાધપણું”, પ્રાપ્ત થાય છે. આયુષ્યકર્મનો ક્ષય થવાથી, “અક્ષયસ્થિતિ’”, પ્રાપ્ત થાય છે. નામકર્મનો ક્ષય થવાથી “અરૂપીપણું” પ્રાપ્ત થાય છે અને ગોત્રકર્મનો ક્ષય થવાથી “અગુરુલઘુગુણ” પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૭૪) ૧ થી ૧૩ ગુણઠાણા સુધી યોગના કારણે આત્મપ્રદેશો અસ્થિર (ઉકળતા પાણીની જેમ ચલાયમાન) હોય છે પણ અયોગીગુણઠાણે યોગના અભાવે આત્મપ્રદેશો મેરૂપવર્તની જેમ સ્થિર થઈ જાય છે. તેથી સર્વકર્મનો ક્ષય થતાં યોગ રહિત આત્મા ગતિ કર્યા વિના ૭ રાજલોકનું અંતર કાપીને મોક્ષમાં કેવી રીતે પહોંચી શકે ? જવાબ :- અયોગીકેવળીભગવંતો જ્યારે સર્વકર્મનો ક્ષય કરે છે ત્યારે યોગનો અભાવ હોવા છતાં “પૂવના યોગના સંસ્કારોથી’” આત્મા ઉર્ધ્વગતિ કરે છે. જેમ કુંભાર હાથથી ચાકડાને ફેરવીને હાથ લઈ લે છે પછી પણ પૂર્વના ૧૧. પૂર્વભવમાંથી સમ્યક્ત્વ લઈને આવેલા સંજ્ઞીપંચે જીવોને અપર્યાપ્તાવસ્થામાં ચોથું ગુણઠાણુ હોય છે. પણ સંજ્ઞીપંચે જીવ સર્વપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચોથું ગુણઠાણુ પ્રાપ્ત કરી શકતો નથી. ૧૨. પૂર્વપ્રયોગાત્, અસાદ્, વન્ધવિચ્છેદ્રાત્, તથા તિપરિણામ’તાતિ:। (તત્ત્વાર્થસૂત્ર) ૨૫૨
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy