________________
કારણકે કાળનો જેમ અંત નથી. તેમ ભવ્યજીવોનો પણ અંત નથી. ચોથાકર્મગ્રન્થમાં કાળની સંખ્યા પાંચમા અનંતે કહી છે. અને જીવની સંખ્યા આઠમા અનંતે કહી છે. તેથી કોઈપણ કાળે સંસારમાં મોક્ષગામી ભવ્યજીવો ન હોય એવું બનવાનું નથી. પ્રશ્ન : (૭૬) ગુણસ્થાનકનું સ્વરૂપ જાણવાથી શું લાભ થયો ? જવાબ - અનાદિકાળથી સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરી રહેલા જીવોને દુઃખ દૂર કરીને અક્ષયસુખને પ્રાપ્ત કરવાનો ક્રમ શું હોઈ શકે? અર્થાત્ જીવને ગાઢ અજ્ઞાનતારૂપ અંધકારમાંથી બહાર નીકળીને પૂર્ણજ્ઞાન રૂપ પ્રકાશને (સર્વજ્ઞતાને) પ્રાપ્ત કરવા માટે કઈ કઈ અવસ્થામાંથી પસાર થવું પડે ? એ સર્વે હકીકતનો સ્પષ્ટ બોધ ગુણસ્થાનકને સમજવાથી થાય છે. જેમ શરીરમાં રહેલી ઉષ્ણતાની (તાવની) વધ-ઘટને બતાવનારું સાધન થર્મોમીટર છે. તેમ આત્મામાં રહેલી કર્મમલીનતાની વધ-ઘટને બતાવનારૂં સાધન ગુણસ્થાનકનું જ્ઞાન છે.... એટલે જીવ ગુણસ્થાનકનું સ્વરૂપ જાણ્યા પછી પોતે કેટલો આત્મિકવિકાસ સાધી શક્યો છે તેનું માપદંડ કાઢી લે છે. ત્યારબાદ જીવને કઈ કઈ અવસ્થામાંથી પસાર થવાનું બાકી છે ? તે તે અવસ્થામાંથી પસાર થવા માટે કેવા પ્રકારનો પ્રયત્ન જરૂરી છે ? એ સર્વે બાબતો ધ્યાનમાં લઈને, શીઘ્રતાથી વિભાવદશામાંથી સ્વભાવદશામાં આવી શકે એવા પ્રયત્નો ચાલુ કરી દે છે. તેથી અલ્પકાળે જ “મોક્ષ પ્રાપ્તિનો મહાન” લાભ થઈ શકે છે.
8 બંધવિધિ $
MAAALATTIATOR પ્રશ્ન : (૭૭) પ્રથમકર્મગ્રીમાં કર્મબંધના હેતુ મિથ્યાત્વાદિ કહ્યાં છે પરંતુ બીજા કર્મગ્રન્થની ત્રીજી ગાથામાં તીર્થકર નામકર્મનો બંધહેતુ સમ્યકત્વ અને આહારકદ્ધિકનો બંધહેતુ અપ્રમત્તસંયમ કહ્યો છે. એ કેવી રીતે ઘટી શકે ? કારણકે સમ્યકત્વ અને અપ્રમત્તસંયમ એ આત્માના ગુણો હોવાથી કર્મક્ષયનું કારણ છે. તેથી એ કર્મબંધનું કારણ કેવી રીતે બની શકે ? જવાબ :- કર્મબંધના હેતુઓ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કહ્યાં
૧૩. જુઓ ચોથા કર્મગ્રન્થમાં ગાથા નં. ૮૩ થી ૮૬
૨૫૪