SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સયોગીકેવળીભગવંતને ૧૩મા ગુણઠાણાના પ્રથમસમયથી સૂક્ષ્મ વચનયોગને રોકે ત્યાં સુધી કોઈ જ ધ્યાન હોતું નથી. કારણકે કેવળી ભગવંતને ભાવમન ન હોવાથી મનની એકાગ્રતારૂપ ધ્યાન હોતું નથી અને સૂક્ષ્મવચનયોગને રોકે ત્યાં સુધી આત્મપ્રદેશની સ્થિરતારૂપ ધ્યાન પણ હોતું નથી. એટલે શાસ્ત્રમાં સયોગીકેવળીભગવંતને “ધ્યાનાન્તરિકાદશા'' કહી છે. પ્રશ્ન : (૬૭) આયુષ્યકર્મની સ્થિતિ કરતાં વેદનીયાદિ-૩ કર્મની સ્થિતિ વધારે હોય, તો સયોગીકેવળીભગવંત કેવલીસમુદ્દાત કરે અને આયુષ્યકર્મની સ્થિતિ જેટલી વેદનીયાદિકર્મની સ્થિતિ હોય, તો કેવળીભગવંતો કેવળીસમુદ્દાત કરતા નથી એમ કહ્યું છે. પણ જો કેવળીભગવંતને આયુષ્યની સ્થિતિ કરતાં વેદનીયાદિ-૩ કર્મની સ્થિતિ ન્યૂન હોય, તો કેવળીસમુદ્દાત કરે કે નહીં ? જવાબ :- કોઈપણ કેવળીભગવંતને આયોજિકાકરણ કર્યા પછી આયુષ્યની સ્થિતિ કરતાં વેદનીયાદિ ત્રણ કર્મની સ્થિતિ વધારે હોય કે સમાન હોય. પણ આયુષ્યકર્મની સ્થિતિ કરતાં વેદનીયાદિ-૩ કર્મની સ્થિતિ ક્યારેય ઓછી હોતી નથી. એટલે જે સયોગીકેવલીભગવંતને આયુષ્યની સ્થિતિથી વેદનીયાદિ-૩ની સ્થિતિ વધારે હોય, તે કેવલીસમુદ્દાત કરે છે અને જે કેવલીભગવંતને આયુષ્યની સ્થિતિ જેટલી વેદનીયાદિ-૩ની સ્થિતિ હોય છે, તે કેવલીસમુદ્દાતને કરતા નથી. પ્રશ્ન : (૬૮) યોગનિરોધથી જીવને શું શું લાભ થાય છે ? (૧) શાતાવેદનીયકર્મનો બંધ અટકી જાય છે. જવાબ : (૨) શુક્લલેશ્યાનો અભાવ થવાથી જીવ અલેશી બને છે. (૩) આત્મપ્રદેશો મેરૂપર્વતની જેમ સ્થિર થઈ જાય છે. (૪) કરણવીર્યનો નાશ થાય છે. (૫) શુક્લધ્યાનના ચોથા ભેદની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન : (૬૯) તેરમા ગુણઠાણાના અંતે સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી અને ચૌદમા ગુણઠાણે વ્યચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી એ બે ધ્યાન કેવી રીતે ઘટે? કારણકે કેવળીભગવંતને મન જ નથી. તો મનની એકાગ્રતારૂપ ધ્યાન કયાંથી હોય? જવાબ :- જેમ મનની ચંચળતાને રોકવી, તે ધ્યાન કહેવાય છે. તેમ આત્મપ્રદેશની ચંચળતાને રોકવી, તે પણ ધ્યાન કહેવાય છે. એટલે ધ્યાનના ૨૪૯
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy