________________
બે અર્થ થાય છે. (૧) ધ્યાન=મનની સ્થિરતા
| (૨) ધ્યાન=આત્મપ્રદેશની સ્થિરતા. | કેવળીભગવંતને ભાવમન હોતું નથી. એટલે ભાવમનની એકાગ્રતારૂપ ધ્યાન ઘટતું નથી. પરંતુ તેરમા ગુણઠાણાના અંતે મન-વચન અને બાદર કાયયોગ રોકાઈ ગયા પછી આત્મપ્રદેશોની ચંચળતા લગભગ રોકાઈ જાય છે. માત્ર સૂક્ષ્મકાયયોગ પૂરતી જ ચાલુ હોય છે. તે પણ નિરૂધ્યમાન છે. તેથી ત્યાં આત્મપ્રદેશની સ્થિરતારૂપ ધ્યાન હોય છે. તેને “સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ધ્યાન” કહે છે.
સૂક્ષ્મ = અતિ અલ્પ અપ્રતિપાતી = પતનથી રહિત
અહીં માત્ર કાયાની સૂક્ષ્મક્રિયા જ ચાલુ હોય છે અને ત્યાંથી પરિણામનું પતન થતું નથી. તેથી તેને સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ધ્યાન કહે છે.
ચૌદમાગુણઠાણે સર્વથા મન-વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ ક્રિયા અટકી ગયેલી હોવાથી ત્યાં સંપૂર્ણતયા “આત્મપ્રદેશની સ્થિરતા” રૂપ ધ્યાન હોય છે. તેને “ચુપરતક્રિયા અનિવૃત્તિધ્યાન” કહે છે.
ભુપતક્રિયા = સર્વથા શારિરીકાદિ ક્રિયાનું અટકી જવું.... અનિવૃત્તિ = પતનથી રહિત.
જેમાં સર્વથા મન-વચન અને કાયાની પ્રવૃત્તિ અટકી ગઈ છે અને ત્યાંથી પરિણામનું પતન થતું નથી. તેને ચુપરતક્રિયા-અનિવૃત્તિધ્યાન કહે છે.
લિ. ૧ થી ૧૪ ગુણઠાણા પ્રશ્ન : (૭૦) ચૌદ ગુણઠાણાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કેટલો ? જવાબ :- (૧) મિથ્યાત્વગુણઠાણાનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે. ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાંત છે. અને સમ્યક્ત્વથી પતિતની અપેક્ષાએ સાદિ-સાંત છે. તે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્તકાળ છે. (૨) સાસ્વાદનગુણઠાણાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ ૬ આવલિકા છે. (૩) મિશ્રદષ્ટિગુણઠાણાનો કાળ } જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. (૪) અવિરતસમ્યગ્દષ્ટિ ગુણઠાણાનો
૨૫૦