________________
૩. ઉપશમશ્રેણિમાં જ૦થી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત રહે. ૪. ઉપશમકનું અવશ્ય પતન થાય. ૫. ઔપશમિક કે ક્ષાયિકસમ્યક્ત્વી હોય. ૬. ક્ષપકની અપેક્ષાએ અનંતગુણહીન ૬. વિશુદ્ધિ હોય.
૭. ભવચક્રમાં ૪ વાર ચામોની ૭. ભવચક્રમાં
સર્વોપશમના કરી શકે છે.
૩. ક્ષપકશ્રેણિમાં જથી અને ઉ૦થી અંતર્મુહૂર્ત રહે.
૪. ક્ષપકનો મોક્ષ જ થાય. ૫. ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જ હોય. ઉપશમકની અપેક્ષાએ અનંતગુણી વિશુદ્ધિ હોય.
એક જ વાર
સર્વકર્મોની ક્ષપણા કરી શકે છે.
પ્રશ્ન : (૬૫) કયા ગુણઠાણામાં જીવ મૃત્યુ પામી શકે છે ? અને ભવાન્તરમાં જતી વખતે કયું ગુણઠાણું હોય ?
જવાબ :- જીવ ત્રીજા, બારમા અને તેરમા ગુણઠાણામાં મૃત્યુ પામતો નથી. એટલે ત્રીજા, બારમા અને તેરમા વિના પહેલા, બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, ઉપશમક આઠમા, નવમા, દશમા, અગીયારમા ગુણઠાણે મૃત્યુ પામી શકે છે અને ક્ષપક ચૌદમા ગુણઠાણે મૃત્યુ પામે છે. ક્ષપકશ્રેણિમાં ક્ષપક ૮મા, ૯મા, ૧૦મા અને ૧૨મા ગુણઠાણે મૃત્યુ પામી શકતો નથી. જીવ “પહેલું”, “બીજું” અને “ચોથું” ગુણઠાણુ લઈને ભવાન્તરમાં જઈ શકે છે. તે સિવાયનું અન્ય કોઈપણ ગુણઠાણુ લઈને ભવાન્તરમાં જઈ શકતો નથી.
૧૩મું અને ૧૪મું ગુણઠાણુ
પ્રશ્ન : (૬૬) ધ્યાન એટલે શું ? શ્રેણીમાં કયું ધ્યાન હોય ? શાસ્ત્રમાં સૂક્ષ્મકાયયોગને રોકતી વખતે સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતીધ્યાન કહ્યું છે પણ તે પહેલા સયોગીકેવળીભગવંતને કયું ધ્યાન હોય ?
જવાબ : (૧) ધ્યાન એટલે મનની એકાગ્રતા,
(૨) ધ્યાન એટલે આત્મપ્રદેશની સ્થિરતા
શ્રેણીમાં જો અપ્રમત્તમુનિ પૂર્વધર ન હોય, તો “ધર્મધ્યાન” હોય છે અને જો અપ્રમત્તમુનિ પૂર્વધર હોય, તો “શુકલધ્યાન” (પ્રથમના બે ભેદ) હોય છે.
૨૪૮