________________
- હવે જો ૧૧મા ગુણઠાણાને ઉપશાંતકષાયછબસ્થગુણસ્થાનક કહેવામાં આવે, તો.... તેમાં નવમા-દશમાં ગુણઠાણાનો પણ સમાવેશ થઈ જાય છે. કારણકે નવમા-દશમા ગુણઠાણે પણ કેટલાક કષાયો ઉપશાંત થયેલા હોવાથી, તેને પણ ઉપશાંતકષાયી કહેવાય છે. એટલે તેનાથી ૧૧મા ગુણઠાણાને જુદુ પાડવા માટે વીતરાગ વિશેષણ મૂક્યું છે. | સર્વથા નાશ થયેલા છે કષાયો જેના તે ક્ષીણકષાયી કહેવાય છે. જો ૧૨મા ગુણઠાણાને “ક્ષીણકષાયગુણસ્થાનક” કહેવામાં આવે, તો.. તેમાં નવમા-દસમા ગુણસ્થાનકનો પણ સમાવેશ થઈ જાય છે. કારણકે નવમાદશમા ગુણઠાણે કેટલાક કષાયોનો નાશ થયેલો હોવાથી, તેને પણ ક્ષીણકષાય ગુણસ્થાનક કહેવાય છે. એટલે તેનાથી ૧૨માં ગુણઠાણાને જુદુ પાડવા માટે વીતરાગ” વિશેષણ મૂક્યું છે. કેમકે નવમા-દશમા ગુણઠાણાવાળા ક્ષીણકષાયી છે પણ વીતરાગી નથી.
હવે જો “ક્ષીણકષાયવીતરાગગુણસ્થાનક” એટલું જ કહેવામાં આવે, તો... તેમાં ૧૩માં ગુણસ્થાનકનો સમાવેશ થઈ જાય છે. કારણકે કેવળી ભગવંતો ક્ષીણકષાયી અને વીતરાગી છે. એટલે તેનાથી ૧૨મા ગુણસ્થાનકને જુદુ પાડવા માટે “છદ્મસ્થ” વિશેષણ મૂક્યું છે. કેવળીભગવંતો ક્ષીણકષાયવીતરાગી છે પણ છદ્મસ્થ નથી.
હવે જો “વીતરાગછદ્મસ્થગુણસ્થાનક” એટલું જ કહેવામાં આવે, તો... તેમાં ૧૧મા ગુણસ્થાનકનો સમાવેશ થઈ જાય છે. કારણકે ૧૧માં ગુણઠાણે રહેલા જીવો “વીતરાગછદ્મસ્થ” છે. એટલે તેનાથી ૧૨મા ગુણસ્થાનકને જુદુ પાડવા માટે “ક્ષીણષાય” વિશેષણ મૂક્યું છે. કેમકે ૧૧મા ગુણઠાણે રહેલા જીવો વીતરાગછબસ્થ છે. પણ ક્ષીણકષાયી નથી. પ્રશ્ન : (૬૪) ઉપશમક અને ક્ષેપકનો તફાવત જણાવો. જવાબ :-ઉપશમક
ક્ષપક ૧. જે ચાવમોચ્ચકર્મને ઉપશમાવે છે, ૧. જે ઘાતકર્મોનો ક્ષય કરે છે, તે તે ઉપશમક કહેવાય.
ક્ષપક કહેવાય. ૨. ૮ થી ૧૧ સુધીના ૪ ગુણઠાણાને ૨. ૧૧માને છોડીને ૮થી ૧૨ સ્પર્શે છે.
ગુણઠાણાને સ્પર્શે છે. ૯. જુઓ સ્વોપજ્ઞટીકા.
૨૪૦