________________
VAION
પ્રશ્ન : (૩૩) આપણામાં સમ્યકત્વ છે કે નહીં એ કેવી રીતે જાણી શકાય? જવાબ :- મિથ્યાત્વના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી જે શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે સમ્યક્ત કહેવાય છે. તે ચર્મચક્ષુથી પ્રત્યક્ષ દેખી શકાતું નથી પણ જેમ શ્વાસોચ્છવાસાદિ ક્રિયા ચાલુ હોવાથી શરીરમાં જીવ છે એમ કહી શકાય છે. તેમ જે જીવમાં સમાદિ પાંચ ચિહ્નો જણાતા હોય, તે જીવમાં સમ્યકત્વ હોવું જોઈએ એમ કહી શકાય છે.
૧. શમ =અનંતાનુબંધી કષાયના અભાવથી ઉત્પન્ન થતો શમભાવ. શમભાવવાળો જીવ અપરાધી ઉપર પણ કદાપિ ક્રોધ કરતો નથી. ૨. સંવેગ = મોક્ષ પ્રત્યેનો રાગ.
મોક્ષાભિલાષીજીવો ભૌતિક સુખસામગ્રી કે સ્વર્ગાદિસુખને દુઃખરૂપ માને છે અને મોક્ષસુખને જ સાચું સુખ માને છે.
૩. નિર્વેદ = સંસાર પ્રત્યે કંટાળો.
જે જીવને સંસાર કેદખાનુ લાગે, શરીર સાંસારિકકાર્યોમાં જોડાયેલું હોવા છતાં મન તો દેવ-ગુરુ અને ધર્મમાં રમતું હોય, તે નિર્વેદી કહેવાય.
૪. અનુકમ્મા = દુઃખી જીવો પ્રત્યે કરૂણાભાવ.
કોઈપણ જાતના સ્વાર્થ વિના દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા ઉત્પન્ન થવી, તે અનુકમ્પા કહેવાય.
૫. આસ્તિક્ય = વીતરાગદેવના વચનો પ્રત્યે અચલશ્રદ્ધા.
વીતરાગદેવે જે કહ્યું છે તે જ સાચું છે. એવી જે અચલશ્રદ્ધા હોવી, તે આસ્તિક્ય કહેવાય.
શમાદિ પાંચે ચિહ્નો જે જીવમાં જણાતા હોય, તે સમ્યગુદૃષ્ટિ કહેવાય છે. પ્રશ્ન : (૩૪) સમ્યકત્વના પ્રકાર જણાવો. જવાબ :- (૧) પૌગલિકસભ્યત્વ અને અપૌદ્ગલિકસભ્યત્વ
(૧) જે સમ્યકત્વમોહનીયના ઉદયવાળું સમ્યકત્વ છે, તે પૌગલિક સમ્યક્ત કહેવાય અને (૨) જે સમ્યત્વમોહનીયના ઉદય વિનાનું સમ્યક્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના કર્મદલિકોનાં પૂર્વે કહ્યા મુજબ ત્રણ પુંજ કરે છે. અને અપૂર્વકરણ પૂર્ણ થયા પછી અવશ્ય શુદ્ધપુંજનો ઉદય થાય છે. તે વખતે અનાદિમિથ્યાદૃષ્ટિજીવને સૌ પ્રથમવાર ક્ષયોપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
(૨૩૨