________________
૧૬
છે, તે અપૌદ્ગલિકસમ્યક્ત્વ કહેવાય.
(૨) નિશ્ચયસમ્યક્ત્વ અને વ્યવહારસમ્યક્ત્વ
(૧) સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રની રમણતારૂપ આત્મિક પરિણામને નિશ્ચયસમ્યક્ત્વ કહે છે. (૨) નિશ્ચયસમ્યક્ત્વના કારણભૂત જે સમ્યક્ત્વ ઉચ્ચરવું, અન્ય દેવ-દેવીને નહીં માનવા, સર્વજ્ઞભગવતે કહેલા વચનો સત્ય જ છે એવી દૃઢશ્રદ્ધા હોવી, તે વ્યવહારસમ્યક્ત્વ કહેવાય.
(૩) કારક-રોચક-દીપકસમ્યક્ત્વ
(૧) વિશુદ્ધ ચારિત્રવાળા જીવોની સૂત્રાનુસારિણી શુદ્ધક્રિયાને કારકસમ્યક્ત્વ કહે છે. (૨) જે સમ્યક્રિયામાં રૂચિ કરાવે પણ સમ્યક્રિયામાં પ્રવૃત્તિ ન કરાવે, તે રોચકસમ્યક્ત્વ કહેવાય છે. અવિરતસમ્યગ્દષ્ટિ શ્રેણિકાદિને રોચકસમ્યક્ત્વ હતું. (૩) જેમ કોડીયાનો દીવો પોતાની નીચે અંધારૂ રાખે છે અને બહાર ચારે તરફ પ્રકાશ ફેલાવે છે. તેમ અંગારમર્દકાચાર્ય અભવ્યની જેમ જે પોતે સમ્યક્ત્વી ન હોવા છતાં બીજા જીવોને ઉપદેશ આપીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવે, તે દીપકસમ્યક્ત્વ કહેવાય.
એ જ પ્રમાણે ક્ષાયિક, ઉપશમ અને ક્ષયોપશમ એ ત્રણ પ્રકારે સમ્યક્ત્વ છે ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમ અને વેદક એ ચાર પ્રકારે સમ્યક્ત્વ છે અને ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમ, વેદક અને સાસ્વાદન એ પાંચ પ્રકારે સમ્યક્ત્વ છે.
પ્રશ્ન : (૩૫) કયું સમ્યક્ત્વ કેટલા ગુણઠાણા સુધી હોય ? જવાબ :- ક્ષાયિકસમ્યક્ત્વ ૪ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. ઉપશમસમ્યક્ત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. ક્ષયોપશમસમ્યક્ત્વ ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે. ઉપશમસમ્યક્ત્વ-૨ પ્રકારે છે. (૧.) ગ્રન્થિભેદજન્યઉસ૦ (૨.) શ્રેણિગતઉસ ......... તેમાં અનાદિમિથ્યાદૃષ્ટિ જીવ ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. તે વખતે જો તીવ્રવિશુદ્ધિ હોય, તો દેશિવરિત અને તીવ્રતમવિશુદ્ધિ હોય, તો સર્વવિરતિભાવને પણ પામે છે. તેથી ગ્રન્થિભેદજન્યઉસ૦ ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે અને શ્રેણિગતઉપશમસમ્યક્ત્વ ૬ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. પ્રશ્ન : (૩૬) કયું સમ્યક્ત્વ કયા જીવો પ્રાપ્ત કરી શકે ? જવાબ ઃ- ઉપશમસમ્યક્ત્વ અને ક્ષયોપશમસમ્યક્ત્વ “ચારેગતિના
૨૩૩