________________
પ્રશ્ન : (૩૦) સમ્યત્વેથી મિથ્યાત્વે આવેલો જીવ વધુમાં વધુ કેટલી સ્થિતિ બાંધી શકે ? જવાબ :- કર્મગ્રન્થના મતે - સમ્યક્તથી મિથ્યાત્વે આવેલો જીવ આયુષ્ય સિવાય જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મોની ફરીવાર “ઉત્કૃષ્ટસ્થિતિ” બાંધી શકે છે. પણ ઉત્કૃષ્ટરસ બાંધી શકતો નથી. અને સિદ્ધાંતના મતે :- સભ્યત્વેથી મિથ્યાત્વે આવેલો જીવ જ્ઞાના૦૭ કર્મોની “અંતઃકોકો સા” થી વધારે | સ્થિતિ બાંધી શકતો નથી. પ્રશ્ન : (૩૧) સમ્યત્વેથી મિથ્યાત્વે આવેલા જીવને પુનઃ સમ્યકત્વે જતી વખતે યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરવા પડે ? જવાબ :- કર્મગ્રન્થનાં મતે :- ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વે આવેલા જીવને સત્તામાં ત્રણે પુંજ હોય છે. પરંતુ સમ્યકત્વેથી મિથ્યાત્વે આવ્યા બાદ જીવ સ0મોની અને મિશ્રમોની ઉદ્ધલના શરૂ કરે છે. તેથી સ0મો ની ઉદ્ધલના કરતાં કરતાં જ્યારે વિશુદ્ધિના બળથી સ0મો)નો ઉદય થઈ જાય છે ત્યારે જીવને યથાપ્રવૃત્તાદિ-ત્રણ કરણ કર્યા વિના જ ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય છે. પણ જ્યારે સ0મોની અને મિશ્રમો)ની સંપૂર્ણ ઉદ્દલના (સત્તાનો નાશ) થઈ જાય છે. ત્યારે મોહનીયકર્મની ૨૬ પ્રકૃતિ જ સત્તામાં રહે છે. ત્યારપછી જીવને મિથ્યાત્વેથી સમ્યત્વે જવું હોય, તો ફરીવાર યથાપ્રવૃત્તાદિ-ત્રણ કરણ કરવા પડે છે. પ્રશ્ન : (૩૨) અનાદિમિથ્યાદૃષ્ટિજીવ સૌ પ્રથમ કયું સમ્યકત્વ પામે ? જવાબ :- કર્મ ગ્રન્થનાં મતે :- અનાદિમિથ્યાષ્ટિજીવ સૌ પ્રથમ “ઉપશમસમ્યકત્વ” પામે છે અને સિદ્ધાન્તનાં મતે - અનાદિમિથ્યાષ્ટિજીવ “ઉપશમ કે ક્ષયોપશમ” એ બેમાંથી કોઈપણ એક સમ્યકત્વને પામે છે.
૫. સિદ્ધાન્તના મતે - (૧) અનાદિમિથ્યાષ્ટિજીવ જો સૌ પ્રથમ ઉપશમસમ્યકત્વને પામે, તો તે કર્મગ્રન્થમાં કહ્યાં મુજબ યથાપ્રવૃત્તાદિ-૩ કરણ કરીને, ઉપશમસમ્યકત્વને પામે છે. પણ ઉપશમસમ્યકત્વને પામ્યા પછી દ્વિતીય સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના કર્મદલિકોના ત્રણ પુંજ કરતો નથી. તેથી ઉપશમસમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી મિથ્યાત્વમોહનીયનો ઉદય થવાથી, તે અવશ્ય મિથ્યાત્વગુણઠાણે ચાલ્યો જાય છે. (૨) અનાદિમિથ્યાદૃષ્ટિ જીવ જો સૌ પ્રથમ ક્ષયોપશમસમ્યકત્વને પામે, તો તે યથાપ્રવૃત્તકરણ કરીને, અપૂર્વકરણમાં પ્રવેશે છે. ત્યાં ગ્રન્થિભેદ કર્યા પછી અપૂર્વકરણવર્તી મહાત્મા અપૂર્વકરણની ઉપરની મિથ્યાત્વની અંતઃકો૦કોસા)
(૨૩૧