________________
શરૂ કરે છે. પ્રથમસમયે અસંખ્ય કર્મદલિકોને ઉપશમાવે છે. તેનાથી અસંખ્યગુણા બીજા સમયે ઉપશમાવે છે. એ રીતે, અનિવૃત્તિકરણના ચરમસમય સુધી પૂર્વપૂર્વના સમય કરતાં પછી-પછીના સમયે અસંખ્યગુણાકારે કર્મદલિકોને ઉપશમાવે છે. અનિવૃત્તિકરણના છેલ્લા સમયે દ્વિતીય સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના સંપૂર્ણ કર્મદલિકો ઉપશમી જાય છે. તે સમયે ઉપશમાવાની ક્રિયા પૂર્ણ થાય છે. પ્રશ્ન : (૨૭) ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થવાથી જીવને શું લાભ થયો ? કે જવાબ :- અનાદિમિથ્યાદૃષ્ટિજીવને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થયા પછી ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ કાંઈક ન્યૂન અધપુદ્ગલપરાવર્તકાળ સુધી જ સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય છે. પછી તે જીવ અવશ્ય મોક્ષમાં જાય છે. એટલે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થયા પછી સંસારનું પરિભ્રમણ મર્યાદિત બની ગયું, એ જ એને મહાન લાભ થયો છે. પ્રશ્ન : (૨૮) ઉપશમસમ્યગ્દષ્ટિ જીવ શું કરે છે ? શું નથી કરી શકતો? જવાબ :- ઉપશમસમ્યગ્દષ્ટિ જીવ વિશુદ્ધ અધ્યવસાયના વશથી દ્વિતીયસ્થિતિમાં રહેલા મિથ્યાત્વના કર્મપુદ્ગલોમાંથી જૂનાધિક પ્રમાણમાં રસ ઘટાડીને “ત્રણપુંજ” કરે છે.
' ઉપશમસમ્યગ્દષ્ટિ જીવ (૧) પરભવાયુનો બંધ કરી શકતો નથી. (૨) મરણ પામતો નથી. (૩) અનંતાનુબંધી કષાયનો બંધ અને (૪) અનંતાનુબંધી કષાયનો ઉદય એ ચારને કરી શકતો નથી. પ્રશ્ન : (૨૯) ઉપશમસમ્યકત્વનો કાળ કેટલો ? તે કાળ પૂરો થતાં જીવ કયા ગુણઠાણે જાય છે ? જવાબ :- ઉપશમસમ્યક્તનો કાળ અંતર્મુહૂર્ત છે. તેમાંથી જઘન્યની ૧ સમય અને ઉત્કૃષ્ટની ૬ આવલિકા જેટલો કાળ બાકી રહે ત્યારે જો અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ જાય, તો તે જીવ સાસ્વાદનગુણસ્થાનકે ચાલ્યો જાય છે. ત્યાંથી અવશ્ય મિથ્યાત્વે ચાલ્યો જાય છે.
ઉપશમસમ્યકત્વનો કાળ પૂર્ણ થયા પછી જીવ જો શુદ્ધ અધ્યવસાયને જાળવી રાખે, તો સમ્યકત્વમોહનીયનો ઉદય થવાથી, ૪થું ગુણઠાણુ જ રહે છે. અને મિશ્રભાવ તરફ ઝુકેલો હોય, તો મિશ્રમોહનીયનો ઉદય થવાથી, તે મિશ્રદૃષ્ટિગુણસ્થાનકે ચાલ્યો જાય છે અને અશુદ્ધ અધ્યવસાય તરફ ઝુકેલો હોય, તો મિથ્યાત્વમોહનીયનો ઉદય થવાથી, તે મિથ્યાત્વગુણસ્થાનકે ચાલ્યો જાય છે.
૨૩૦