________________
પ્રતિસમયે ક્રમશઃ એકેક નિષેકમાં રહેલું ઉદયપ્રાપ્ત કર્મલિક ફળનો અનુભવ કરાવીને નાશ પામી રહ્યું છે એટલે મિથ્યાત્વમોહનીયનો ઉદય ક્યારેય અટકી શકતો ન હોવાથી, ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. તેથી ઉપશમસમ્યત્વની પ્રાપ્તિને માટે જીવને અનિવૃત્તિકરણમાં અવશ્ય અંતરકરણ કરવું પડે છે. પ્રશ્ન : (૨૪) અંતરકરણ ક્યારે શરૂ થાય ? અને ક્યારે પૂર્ણ થાય ? જવાબ :- અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના ઘણા સંગાતાભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ થાય છે. તે જ વખતે નવો અપુર્વસ્થિતિબંધ પણ શરૂ થાય છે અને જે સમયે નવો અપૂર્વસ્થિતિબંધ પૂર્ણ થાય છે તે જ સમયે અંતરકરણની ક્રિયા પણ પૂર્ણ થાય છે. એટલે નવો અપૂર્વસ્થિતિબંધ અને અંતરકરણની ક્રિયાનું અંતર્મુહૂર્ત એક સરખું છે. અને પ્રથમસ્થિતિ કરતાં અંતરકરણની ક્રિયાનું અંતર્મુહૂર્ત કાંઈક નાનું છે. એટલે એક નાના અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમસ્થિતિ બાકી રહે ત્યારે અંતરકરણની ક્રિયા પૂર્ણ થાય છે. પ્રશ્ન : (૨૫) સ્થિતિઘાતાદિ ક્યારે શરૂ થાય ? અને ક્યારે પૂર્ણ થાય ? જવાબ :- સ્થિતિઘાતાદિ અપૂર્વકરણના પ્રથમસમયથી શરૂ થાય છે અને ઉદીરણા અનાદિકાળથી ચાલુ છે. પ્રથમસ્થિતિની બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ અને મિથ્યાત્વની ગુણશ્રેણી અટકી જાય છે અને પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે, ત્યારે મિથ્યાત્વની ઉદીરણા, સ્થિતિઘાત અને રસઘાત અટકી જાય છે. પ્રથમસ્થિતિના છેલ્લા સમયે મિથ્યાત્વનો બંધવિચ્છેદ થવાથી અપૂર્વસ્થિતિબંધ અટકી જાય છે. પ્રશ્ન : (૨૬) ઉપશમ એટલે શું ? તે કેવી રીતે થાય ? ક્યારે શરૂ થાય અને ક્યારે પૂર્ણ થાય ? જવાબ :- જેમ રસ્તા ઉપર રહેલી ધૂળ પાણી છાંટીને, રોલર ફેરવવાથી થોડા સમય માટે શાંત પડી રહે છે. તેમ દ્વિતીયસ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોને વિશિષ્ટ અધ્યવસાયથી અંતર્મુહૂર્તકાળ સુધી ઉદય, ઉદીરણા, નિદ્ધત્તિ કે નિકાચના ન થઈ શકે એવી શાંત અવસ્થામાં મૂકી દેવામાં આવે છે, તેને ઉપશમ કહે છે. - અનિવૃત્તિકરણવત મહાત્મા જે સમયે અંતરકરણની ક્રિયા પૂર્ણ કરે છે. ત્યારપછીના સમયથી દ્વિતીયસ્થિતિમાં રહેલા કર્મદલિકોને ઉપશમાવવાની ક્રિયા