________________
રસ ઘણો ઓછો થઈ જાય છે. તેથી તે કર્મદલિકો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે અલ્પ પ્રમાણમાં જ દુઃખનો અનુભવ કરાવે છે. (૩) ગુણશ્રેણીથી અસંખ્યગુણાકારે કર્મચલિકો ભોગવાઈને નાશ પામી જાય છે. તેથી જીવ લઘુકમ બને છે. (૪) અપૂર્વસ્થિતિબંધથી પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ નવો નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન-ન્યૂન થતો જાય છે. પ્રશ્ન : (૨૦) અપૂર્વકરણમાં ગુણસંક્રમ કેમ નથી કહ્યો ? જવાબ :- અપૂર્વકરણાદિકાળે જે અશુભકર્મપ્રકૃતિ ન બંધાતી હોય, તેનો જ
બંધાતી સજાતિયકર્મપ્રકૃતિમાં ગુણસંક્રમ થાય છે. બંધાતી અશુભપ્રકૃતિનો . ગુણસંક્રમ થતો નથી એ નિયમાનુસારે અપૂર્વકરણમાં મિથ્યાત્વમોહનીયકર્મ
બંધાતું હોવાથી, તેનો ગુણસંક્રમ થાય નહીં. તેથી અપૂર્વકરણમાં ગુણસંક્રમ વિના સ્થિતિઘાતાદિ ૪ પદાર્થો કહ્યાં છે. પ્રશ્ન : (૨૧) ગ્રન્જિ, ગ્રન્થિદેશ અને ગ્રન્થિભેદ એટલે શું ? તે ક્યારે થાય? જવાબ :- ગ્રન્થિ = અનાદિકાલીન રાગદ્વેષનો ગાઢ પરિણામ.
ગ્રન્થિદેશ = ગ્રન્થિની નજદીકનું સ્થાન. ગ્રન્થિભેદ = અનાદિકાલીન રાગદ્વેષની તીવ્રગાંઠને તોડવી, તે...
જીવને રાગ-દ્વેષનો ગાઢ પરિણામ અનાદિકાળથી વળગેલા હોવાથી, ગ્રન્થિ અનાદિકાળથી છે. ગ્રન્થિદેશની પ્રાપ્તિ યથાપ્રવૃત્તકરણમાં થાય છે અને પ્રન્થિનો ભેદ અપૂર્વકરણમાં થાય છે. પ્રશ્ન : (૨૨) રાગ-દ્વેષનો સમાવેશ કયા કષાયમાં થાય છે? જવાબ :- વ્યવહારનયથી રાગનો સમાવેશ માયા અને લોભમાં થાય છે અને દ્વેષનો સમાવેશ ક્રોધ અને માનમાં થાય છે. પ્રશ્ન : (૨૩) અંતરકરણ એટલે શું ? શા માટે અંતરકરણ કરવું પડ્યું? જવાબ :- મિથ્યાત્વની જે નિષેકરચના છે. તેમાંથી નીચેથી અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિ છોડીને, તેની ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાંથી દલિકોને ઉપાડીને, ઉપરની સ્થિતિ અને નીચેની સ્થિતિમાં નાંખીને, તેટલી સ્થિતિને દલિક વિનાની શુદ્ધ સ્થિતિ કરી નાખે છે, તે શુદ્ધ સ્થિતિને “અંતરકરણ” કહે છે.
મિથ્યાત્વની જે નિષેકરચના છે. તેમાં વચ્ચે અંતરકરણઃખાલી જગ્યા કરવામાં ન આવે, તો મિથ્યાત્વનો ઉદય અટકી શકતો નથી. કારણકે