________________
કોઈપણ જીવ જે સમયે જે કર્મને બાંધે છે. તે સમયે તે કર્મના ભાગમાં જેટલું દલિક આવે, તેટલું દલિક ક્રમશઃ ભોગવી શકાય એવી રીતે ગોઠવાય છે. તેને “નિષેકરચના” કહે છે.
જીવ જે સમયે જે કર્મને બાંધે છે. તે સમયે તે કર્મના ભાગમાં આવેલા દલિકોમાંથી કેટલાક દલિકો અબાધાસ્થિતિની ઉપરના પ્રથમ સમયે ભોગવવા યોગ્ય હોય છે. તે અબાધાસ્થિતિની ઉપરના પ્રથમ સમયમાં ગોઠવાય છે તેને “પ્રથમનિષેક” કહે છે. તેના કરતાં થોડા ઓછા દલિકો બીજા સમયે ભોગવવા યોગ્ય હોય છે, તે બીજા સમયમાં ગોઠવાય છે, તેને “બીજોનિષેક” કહે છે. તેના કરતાં થોડા ઓછા દલિકો ત્રીજા સમયે ભોગવવા યોગ્ય હોય છે, તે ત્રીજા સમયમાં ગોઠવાય છે. તેને “ત્રીજોનિષેક” કહે છે. એ રીતે, જે સમયે જેટલો સ્થિતિબંધ થાય છે, તે સ્થિતિબંધના છેલ્લા સમય સુધી પૂર્વ-પૂર્વના ‹ સમય કરતાં પછી-પછીના સમયે થોડા ઓછા-ઓછા (વિશેષહીન) દલિકો ગોઠવાય છે. એટલે તે સમયે અબાધાસ્થિતિની ઉપરના પ્રથમસમયથી માંડીને સ્થિતિબંધના છેલ્લા સમય સુધીના જેટલા સમય થાય તેટલા નિષેકો હોય છે. સામાન્યનિયમ :
જે કર્મની જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે. તે કર્મની તેટલા સો વર્ષની સ્થિતિમાં તથાસ્વભાવે જ કર્મદલિકની રચના થતી નથી. એટલે જે કર્મની જેટલા કોકોસાની સ્થિતિ બંધાય. તે કર્મનો તેટલા સો વર્ષનો અબાધાકાળ હોય છે. અને જે કર્મની અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે તે કર્મની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં તથાસ્વભાવે જ કર્મદલિક ગોઠવાતું નથી. એટલે જે કર્મનો અંતઃકોકોસાળ સ્થિતિબંધ થાય છે. તે કર્મનો અંતર્મુહૂર્તનો “અબાધાકાળ” હોય છે.
એ નિયમાનુસારે મોહનીયકર્મનો ૭૦કોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ થાય છે ત્યારે ૭૦૦૦ વર્ષની સ્થિતિમાં તથાસ્વભાવે જ કર્મદલિક ગોઠવાતું ન હોવાથી, તે સ્થિતિબંધનો ૭૦૦૦ વર્ષનો અબાધાકાળ હોય છે અને મોહનીયકર્મનો અંતઃકોકોસાનો સ્થિતિબંધ થાય છે ત્યારે અંતર્મુહૂર્તનો અબાધાકાળ હોય છે.
૧૯