________________
૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ......
પૂર્વાગ X પૂર્વાગ = ૧ પૂર્વ ૮૪૦૦૦૦૦x૮૪00000=૭૦૫૬૦0000,00000 વર્ષ = ૧ પૂર્વ.
- અસંખ્યવર્ષ = ૧ પલ્યોપમ ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ.....
અનાદિકાળથી માંડીને ૧૦માં ગુણઠાણાના છેલ્લા સમય સુધી દરેક જીવો પ્રતિસમયે જ્ઞાના૦૭ કર્મને બાંધે છે. એટલે દરેક સમયે જે કર્મની જેટલી સ્થિતિ નક્કી થાય છે. તે કર્મની તે સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તેને (૧) અભાગ્યસ્થિતિ અને (૨) ભાગ્યસ્થિતિ કહે છે. અભોગ્ય સ્થિતિ (અબાધાકાળ) :
કોઈપણ જીવ જે સમયે જે કર્મની જેટલી સ્થિતિને બાંધે છે. આ તે સ્થિતિમાંથી જેટલી સ્થિતિમાં તથાસ્વભાવે જ ભોગવવા યોગ્ય છે કર્મદલિકો ગોઠવાતા નથી તેટલી સ્થિતિને “અભોગ્ય સ્થિતિ” અથવા અબાધાસ્થિતિ (અબાધાકાળ) કહે છે.
બાધા = પીડા (ઉદયરૂપ પીડા) અબાધા = પીડાનો અભાવ (ઉદયરૂપ પીડા ન હોવી તે...) !
બંધસમયે જે કર્મની જેટલી સ્થિતિ નક્કી થાય છે. તેટલી સ્થિતિમાંથી જેટલી સ્થિતિમાં તથાસ્વભાવે જ ભોગવવા યોગ્ય કર્મદલિકો ન ગોઠવાય, તેટલી સ્થિતિમાં ઉદયરૂપ પીડા ન હોવાથી તેટલી સ્થિતિને અબાલાસ્થિતિ અથવા અબાધાકાળ કહે છે. ભોગ્ય સ્થિતિ (નિષેકકાળ) :
કોઈપણ જીવ જે સમયે જે કર્મની જેટલી સ્થિતિને બાંધે છે. તે સમયે તે સ્થિતિમાંથી અબાલાસ્થિતિને છોડીને બાકીની જેટલી સ્થિતિમાં ભોગવવા યોગ્ય કર્મદલિકો ગોઠવાય છે. તેટલી સ્થિતિને “ભોગ્યસ્થિતિ” અથવા “નિષેકકાળ” કહે છે.......
નિ + સિગ્ન ધાતુનો અર્થ “સ્થાપવું” થાય છે.
નિષેક = કર્મદલિકોની સ્થાપના.....
-
નિરક -