________________
મિથ્યાત્વમોહનીયની નિષેકરચના :
5 નામનો માણસ જે સમયે મિથ્યાત્વમોહનીયની અંતઃકો૦કોસા, સ્થિતિને બાંધે છે તે જ સમયે મિથ્યાત્વમોહનીયની અંતઃકો૦કોસા) સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિમાં તથાસ્વભાવે જ કર્મદલિક ગોઠવાતું ન હોવાથી અંતર્મુહૂર્તની અબાધા હોય છે અને તેની ઉપરના પ્રથમસમયથી અંતઃકો૦કોસાઈના છેલ્લા સમય સુધીની સ્થિતિમાં ગોપુચ્છાકારે (વિશેષહીન ક્રમે) દલિક ગોઠવાતું હોવાથી અંતર્મુહૂર્તન્યૂન અંતઃકોકોસાઈ જેટલો નિષેકકાળ હોય છે. અસત્કલ્પનાથી....મોહનીયની અંતઃકો૦કોસા)=૨૪૦ સમય.....
અબાધાનું અંતર્મુહૂર્ત = ૫ સમય
માનવામાં આવે તો.... - ચિત્રનં.૨ માં બતાવ્યા મુજબ એ નામનો માણસ જે સમયે મોહનીયની અંતઃકોકો સાવ = ૨૪૦ સમયની સ્થિતિને બાંધે છે. તે જ સમયે તે સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત = ૫ સમયની સ્થિતિમાં તથાસ્વભાવે જ કમંદલિક ગોઠવાતું ન હોવાથી અંતર્મુહૂર્ત = ૫ સમયની અબાધાસ્થિતિ છે. અને અંતર્મુહૂર્ત = ૫ સમયનો અબાધાકાળ છોડીને, તેની ઉપરના પ્રથમસમયથી અંતઃકો૦કોસાના છેલ્લા સમય = ૬ થી ૨૪૦ સમય સુધીની સ્થિતિમાં ક્રમશઃ વિશેષહીન દલિક ગોઠવાતું હોવાથી
અંતર્મુહૂર્તન્યૂન અંતઃકો૦કોસા= થી ૨૪૦ સમયની નિષેકસ્થિતિ અથવા નિષેકરચના છે.
એ પ્રમાણે, કોઈપણ જીવ બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી દેવાદિ૪ આયુષ્યને છોડીને, બાકીની ૧૧૬ કર્મપ્રકૃતિમાંથી જે સમયે જેટલી કર્મપ્રકૃતિને બાંધતો હોય, તે સમયે તે તે કર્મપ્રકૃતિના ભાગમાં જેટલા દલિકો આવે, તેમાંથી તે તે કર્મપ્રકૃતિની અબાલાસ્થિતિને છોડીને, તેની ઉપરના પ્રથમ સમયથી માંડીને તે તે કર્મપ્રકૃતિનો જેટલો સ્થિતિબંધ થાય છે. તે સ્થિતિબંધના છેલ્લા સમય સુધી વિશેષહીન ક્રમે દલિકોને ગોઠવે છે. એટલે જે સમયે જેટલી કર્મપ્રકૃતિ બંધાય છે, તે સમયે તેટલી કર્મપ્રકૃતિની નિષેકરચના થાય છે.