________________
કોઇપણ વ્યક્તિ ગ્રન્થનો મુખ્ય વિષય શું છે ? એ જાણ્યા પછી આ ગ્રન્થનો અભ્યાસ કરવાથી મને શું લાભ થશે ? એવું વિચારે છે. કારણ કે કોઇપણ બુદ્ધિશાળી વ્યક્તિ વિષય ગમવા માત્રથી તેનો અભ્યાસ શરૂ કરતી નથી. પણ એ અભ્યાસ કરવાથી કાંઇક લાભ થશે એવું લાગે, તો જ અભ્યાસ શરૂ કરે છે. એટલે વિષય પછી પ્રયોજન બતાવવાની જરૂર રહે છે. ' વિષય અને પ્રયોજન જાણ્યા પછી પણ સંબંધને જાણવાની આવશ્યકતા રહે છે. કારણ કે જેમ ઘટશબ્દ અને ઘટવસ્તુ વચ્ચે વાચ્યવાચકભાવસંબંધ ન હોય, તો ઘટશબ્દદ્વારા ઘટવસ્તુનું જ્ઞાન થતું નથી તેમ ગ્રન્થ અને વિષય વચ્ચે જો વાચ્યવાચકભાવ સંબંધ ન હોય, તો તે ગ્રન્થથી તે વિષયનું જ્ઞાન ( ન થાય. એટલે પ્રયોજન પછી સંબંધની પણ આવશ્યકતા રહે છે.
| વિષય, પ્રયોજન અને સંબંધ જાણ્યા પછી પણ આ ગ્રન્થ ભણવાની મારામાં યોગ્યતા છે કે નહીં ? એવું દરેક વ્યક્તિ વિચારે છે. એટલે અધિકારિતાની પણ આવશ્યક્તા રહે છે.
એ રીતે., કોઇપણ વ્યક્તિ વિષયાદિ-૪ ને જાણ્યા વિના અભ્યાસમાં પ્રવૃત્તિ કરતી નથી એટલે ગ્રન્થકારભગવંતે ગ્રન્થની શરૂઆતમાં જ વિષયાદિ અનુબંધચતુષ્ટય કહ્યું છે. પ્રશ્ન : (૪) ગુણસ્થાનકની સંખ્યા ચૌદ જ કેમ ? ચૂનાધિક કેમ નહીં? જવાબ :- જ્ઞાનાદિગુણોના વિકાસને જણાવનારી જુદા જુદા પ્રકારની આત્મિક અવસ્થાઓ અસંખ્યપ્રકારે હોવાથી ગુણસ્થાનક અસંખ્યપ્રકારે થાય. પણ મહાપુરુષોએ તે સર્વેનું વર્ગીકરણ કરીને, મિથ્યાદર્શનાદિ કાર્યની અપેક્ષાએ તે સર્વેનો ૧૪ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. તેથી ગુણસ્થાનકની સંખ્યા ચૌદ જ કહી છે.
જેમકે, એક પાઠશાળામાં ૧૪૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી ૧૦૦ વિદ્યાર્થી જીવવિચાર, ૧૦૦ વિદ્યાર્થી નવતત્ત્વ, ૧૦૦ વિદ્યાર્થી કર્મવિપાક ભણી રહ્યા છે. એ રીતે, ૧૦૦-૧૦૦ વિદ્યાર્થીઓ અલગ અલગ વિષય કરતા હોવાથી, જીવવિચારાદિ વિષયની અપેક્ષાએ ૧૦૦-૧૦૦ વિદ્યાર્થીનો એક એક વર્ગ (વિભાગ) કરવાથી કુલ ૧૪00 વિદ્યાર્થીનો ૧૪ વર્ગ (વિભાગ)માં સમાવેશ થઈ જાય છે. એ રીતે, અહીં અસંખ્યગુણસ્થાનકમાંથી કેટલાક મિથ્યાદર્શનવાળા છે. તે સર્વેનો એક વિભાગ
(૨૨૦
A SS SS