________________
(વર્ગ)... કેટલાક યત્કિંચિત્ સમ્યકત્વનો અનુભવ કરનારા છે. તે સર્વેનો બીજો વિભાગ (વર્ગ).... અને કેટલાક મિશ્રદર્શનવાળા છે. તે સર્વેનો ત્રીજો વિભાગ (વર્ગ)... એ રીતે, મિથ્યાદર્શનાદિ કાર્યની અપેક્ષાએ અસંખ્યગુણસ્થાનકનો ૧૪ વિભાગમાં સમાવેશ થઈ જતો હોવાથી, શાસ્ત્રકારભગવંતોએ ગુણસ્થાનકની સંખ્યા કુલ ચૌદ જ કહી છે. ન્યૂનાધિક નથી કહી.
(મિથ્યાષ્ટિ ગુણસ્થાનક
પ્રશ્ન : (૫) મિથ્યાષ્ટિને ગુણસ્થાનક કેમ કહો છો ? કારણકે મિથ્યાત્વ એ દોષ છે. ગુણ અને દોષ એ પ્રકાશ અને અંધકારની જેમ પરસ્પરવિરૂદ્ધ હોવાથી ગુણની સાથે દોષ કેવી રીતે રહી શકે ? જવાબ :- મિથ્યાદષ્ટિ જીવો ૨ પ્રકારે છે. (૧) ગાઢમિથ્યાદૃષ્ટિ અને (૨) મંદમિથ્યાષ્ટિ. તેમાંથી ગાઢમિથ્યાષ્ટિ જીવોમાં માધ્યચ્યાદિ સદ્ગુણોનો સર્વથા અભાવ છે તો પણ તેઓનો કોઈક ગુણસ્થાનકમાં અવશ્ય સમાવેશ કરવો પડે છે. એટલે તે જીવો હાલમાં મિથ્યાત્વદશાનો અનુભવ કરી રહ્યાં હોવાથી મિથ્યાત્વરૂપ નામની સામ્યતાને લઈને તે જીવોનો મિથ્યાત્વગુણઠાણામાં સમાવેશ કર્યો છે. - જેમ સૂર્યના કિરણો અત્યંત ગાઢ વાદળથી ઢંકાયેલા હોવા છતાં પણ દિવસ અને રાત્રીનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. તેમ અત્યંત પ્રબલ મિથ્યાત્વમોહનીયનો ઉદય હોવા છતાં પણ સજીવોને અક્ષરનો (કેવલજ્ઞાનનો) અનંતમો ભાગ હંમેશા ખુલ્લો હોય છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે, સવ્ય નીયાdi fપ ય vi અશ્વસ્ત viતમારે નિવૃથાડિયો વિફા તીવ્રતમ જ્ઞાનાવરણીયાદિકર્મો પણ સંપૂર્ણતયા જ્ઞાનાદિગુણને ઢાંકી શક્તા નથી. એટલે સૂક્ષ્મનિગોદીયા જીવોથી માંડીને સંજ્ઞી સુધીના ગાઢમિથ્યાષ્ટિ જીવોમાં પણ અત્યંત અલ્પ જ્ઞાનાદિગુણો ખુલ્લા હોય છે. એટલે ગાઢમિશ્રાદેષ્ટિ જીવોને પણ ઔપચારિક મિથ્યાદષ્ટિગુણસ્થાનક કહ્યું છે. | મંદમિથ્યાદૃષ્ટિજીવોમાં મિથ્યાત્વદોષનો નાશ થયો નથી પણ મિથ્યાત્વ મંદ પડી ગયેલું હોવાથી મોક્ષની ઈચ્છા, ગુણાનુરાગ, દોષ પ્રત્યે દ્વેષ,
(૨૨૧